News of Thursday, 29th October 2026
મોરબીમાં શાળામાં વિદ્યાર્થીઓને ફાયર સેફટીની ટ્રેનિંગ આપતું ફાયર વિભાગ.
ફાયર વિભાગે એક સપ્તાહમાં 4 ફાયર કોલ અને 2 રેસ્ક્યુ કોલ અટેન્ડ કર્યા.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા એક શાળામાં વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ સાથે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન ધરાવતી બિલ્ડીંગોનું ચેકિંગ ક૨વામાં આવ્યું હતું. વધુમાં ફાયર વિભાગે એક સપ્તાહમાં 4 ફાયર કોલ અને 2 રેસ્ક્યુ કોલ અટેન્ડ કરી જાનમાલનું રક્ષણ કર્યું હતું.
મોરબી મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, ફાયર પ્રિવેન્શનના ભાગરૂપે ગત સપ્તાહમાં 1 શાળામાં 65 થી 100 જેટલા વિદ્યાર્થીઓને ફાયર પ્રિવેન્શન અંગેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. વધુ પ્રિવેન્શનના ભાગરૂપે બિલ્ડીંગની ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી સિસ્ટમ ઈન્સ્ટોલેશનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન અપૂર્તતા ધરાવતી બિલ્ડીંગોને નોટીસ આપવામાં આવી હતી અને પ્રિવેન્શનને લગતા સૂચનો તથા જરૂરી ગાઈડલાઈન પૂરી પાડવામાં આવી હતી. જો કે કઈ બિલ્ડીંગો અને કેટલી બિલ્ડીંગોને નોટિસ આપવામાં આવી તે મામલે ફાયર વિભાગે કોઈ ફોડ પાડી નથી.
આ સાથે જ 4 ફાયર સેફટી પ્લાન એપ્રુવલ માટેની આવેલી અરજીઓ આર.એફ.ઓ. કચેરીમાં ફોરવર્ડ કરવામાં આવી છે.આ ફાયર ટ્રેનિંગ અને પ્રિવેન્શન કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય મોરબીના લોકોને ફાયર સેફટી વિશે માહિતગાર કરવાનો, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ સમજાવવાનો અને ઈમરજન્સી વખતે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી જાનહાની નિવારવાનો છે. મોરબીમાં ગત સપ્તાહ દરમિયાન 4 ફાયર કોલ અને 2 રેસ્ક્યુ કોલના બનાવો બન્યા હતા, જેમાં ફાયરના જવાનો દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી કરવામાં આવી હતી. કોઈપણ પ્રકારની દુર્ઘટના કે ઈમરજન્સી સમયે નાગરિકો મોરબી ફાયર અને ઈમરજન્સી સર્વિસના નંબર (02822) 230050, 101 અથવા 112 પર સંપર્ક કરી શકે છે
(1:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
