તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
ગુજરાતી મૂળના સ્મિત મચ્છરને યુ.ઍ.ઈ.નું સર્વોચ્ચ સન્માન
૧૭૪ મુસાફરોના જીવ બચાવનાર ભારતના હીરોને ‘ઓર્ડર ઓફ જાયદ'એવોર્ડ આપી નવાજવામાં આવ્યાઃક્રાઉન પ્રિન્સ દ્વારા એવોર્ડ અર્પણ

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૨૮ ૧૭૪ મુસાફરોના જીવ બચાવનાર ગુજરાતી મૂળના પાયલોટ કેપ્ટન મિત મચ્છરને યુ.એ.ઈ.નું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે.
ૅઓર્ડર ઓફ જાયદૅએ યુ.એ.ઈ.નુ સર્વોચ્ચ સન્માન છે દુબઈના ક્રાઉન પ્રિન્સ દ્વારા મચ્છરને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખની છે કે દુબઈથી ઇઝરાયેલ જતી ફ્લાઈ દુબઈની ફ્લાઈટ નંબર જ્ક્ષ્ ૧૦૭૩ માં સહ પાયલોટ દ્વારા સ્મિત ઉપર જીવલેણ હુમલો કરી વિમાન ક્રેસ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હુમલો થયા બાદ કેપ્ટન સ્મિત મચ્છર ગંભીર ઈજાગ્રસ્ત હોવા છતાં વિમાનને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ કરાવી ૧૭૪ મુસાફરોના જીવ બચાવ્યા હતા સ્મિત મચ્છરને ઇઝરાયેલ દ્વારા પણ સર્વોચ્ચ સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી છે.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
