<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

બેલેટ પેપરથી ચૂંટણી છતાં સત્તાધારી કોંગ્રેસ હારીઃ કર્ણાટક વિધાન પરિષદમાં NDA ગઠબંધનને ક્‍લીન સ્‍વીપ

કર્ણાટક વિધાન પરિષદની ૪ બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને જેડીએસ ગઠબંધને ભવ્‍ય જીત મેળવી તમામ બેઠકો પર ક્‍લીન સ્‍વીપ કર્યો

બેંગલુરુ તા.૨૮: કર્ણાટક વિધાન પરિષદની ૪ બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપ અને જેડીએસ ગઠબંધને ભવ્‍ય જીત મેળવી તમામ બેઠકો પર ક્‍લીન સ્‍વીપ કર્યો છે, જ્‍યારે સત્તાધારી પક્ષનો કારમો પરાજય થયો છે. મહત્‍વનું છે કે આ ચૂંટણી પરંપરાગત બેલેટ પેપર પદ્ધતિથી યોજાઈ હતી. શિક્ષકો અને સ્‍નાતકોના વર્ગે એનડીએ ગઠબંધનને સ્‍પષ્ટ સમર્થન આપ્‍યું છે. ઈવીએમ વગરના પરિણામો સામે આવતાં જ વિપક્ષે શાસક પક્ષ પર આકરા રાજકીય પ્રહારો શરૂ કર્યા છે.

દક્ષિણ ભારતના મહત્‍વના રાજ્‍ય કર્ણાટકમાંથી રાજકીય ગરમાવો લાવતા સમાચાર સામે આવ્‍યા છે. રાજ્‍યમાં બિહાર અને ઉત્તર પ્રદેશની ચૂંટણી પ્રક્રિયાઓ વચ્‍ચે જાહેર થયેલા વિધાન પરિષદના પરિણામોમાં સત્તાધારી પક્ષને કારમો પરાજય વેઠવો પડ્‍યો છે. તમામ ૪ બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં વિપક્ષી ભાજપ અને જેડીએસ ગઠબંધને શાનદાર પ્રદર્શન કરીને ક્‍લીન સ્‍વીપ કર્યો છે. ખાસ બાબત એ છે કે આ સમગ્ર મતદાન બેલેટ પેપર દ્વારા સંપન્ન થયું હતું, જેના કારણે વિપક્ષને સત્તાધારી જૂથ સામે રાજકીય પ્રહારો કરવાની મોટી તક મળી ગઈ છે.

રાજ્‍યમાં સત્તા પર હોવા છતાં શિક્ષકો અને સ્‍નાતકોના પ્રતિનિધિત્‍વવાળી આ મહત્‍વની ચૂંટણીમાં શાસક પક્ષ એક પણ બેઠક બચાવી શક્‍યો નથી. ભાજપ અને જનતા દળ સેક્‍યુલર વચ્‍ચે થયેલા ચૂંટણી જોડાણે સત્તાપક્ષના તમામ ઉમેદવારોને પરાજિત કર્યા છે.

આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૩ બેઠકો પર વિજય મેળવ્‍યો છે, જેમાં ઉત્તર પૂર્વ શિક્ષક, દક્ષિણ પૂર્વ સ્‍નાતક અને પヘમિ સ્‍નાતક મતવિસ્‍તારનો સમાવેશ થાય છે. જ્‍યારે ગઠબંધન સહયોગી જેડીએસના ફાળે પ્રતિષ્ઠિત બેંગલુરુ શિક્ષક બેઠક ગઈ છે.

બેંગલુરુ શિક્ષક મતવિસ્‍તારમાં જેડીએસના નેતા એપી રંગનાથે શાસક પક્ષના વરિષ્ઠ ઉમેદવાર પુટન્નાને સીધા મુકાબલામાં હરાવ્‍યા હતા. મતગણતરીના અંતે રંગનાથને ૧૦,૮૧૦ મત મળ્‍યા હતા, જ્‍યારે હરીફ ઉમેદવાર પુટન્ના માત્ર ૯,૯૦૨ મત જ મેળવી શક્‍યા હતા.

ઉત્તર પૂર્વ શિક્ષક બેઠક પર ભાજપના શશિલ જી નમોશીએ પોતાનો દબદબો જાળવી રાખ્‍યો હતો. તેમણે શાસક પક્ષના શરણપ્‍પા મટ્ટૂર સામે ૩,૨૯૭ મતોના અંતરથી આસાન જીત નોંધાવી હતી. નમોશીને ૧૫,૫૯૬ મત મળ્‍યા હતા, જ્‍યારે પ્રતિસ્‍પર્ધી ઉમેદવાર ૧૨,૨૯૯ મત મેળવી શક્‍યા હતા.

દક્ષિણ પૂર્વ સ્‍નાતક ક્ષેત્રમાં ભાજપના કેએમ સુરેશે જંગી સરસાઈ મેળવી હતી. તેમણે શાસક પક્ષના શશિ હુલિકુંતે મઠને ૨૩,૦૦૦ થી વધુ મતોના વિશાળ અંતરથી પરાજિત કર્યા હતા. પヘમિ સ્‍નાતક બેઠક પર ભાજપના એસવી સંકનૂરે સતત લીડ જાળવી રાખીને હરીફ મોહન લિબિકઈને ૯,૩૨૩ મતોથી માત આપી હતી.

રાષ્ટ્રીય સ્‍તરે ઇલેક્‍ટ્રોનિક વોટિગ મશીન પર સવાલો ઉઠાવવાની ચાલતી ચર્ચાઓ વચ્‍ચે આ પરિણામોએ નવો રાજકીય વળાંક લીધો છે. જેડીએસ નેતા નિખિલ કુમારસ્‍વામીએ સોશિયલ મીડિયા પર પ્રહાર કરતાં જણાવ્‍યું કે આ વખતે મશીનરી પર દોષનો ટોપલો ઢોળી શકાશે નહીં, કારણ કે સમગ્ર વહીવટી તંત્ર રાજ્‍ય સરકારના હાથમાં હતું અને મતદાન પણ કાગળના મતપત્રોથી થયું હતું.

તેમણે ઉમેર્યું કે શિક્ષિત શિક્ષકો અને સ્‍નાતકોએ શાસક પક્ષની નજર સામે કાગળ પર મહોર મારીને વિરોધ પક્ષના નેતાઓને વિજયી બનાવ્‍યા છે. આ અગાઉ આસામના મુખ્‍યમંત્રી હિમંત બિસ્‍વા સરમાએ પણ સિલચર સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીમાં પરાજય બાદ કહ્યું હતું કે જ્‍યારે પણ મતપત્રોથી ચૂંટણી થાય છે ત્‍યારે શાસક જૂથ વધુ ખરાબ રીતે હારી જાય છે.

બેંગલુરુ શિક્ષક મતવિસ્‍તારમાં મતદારોનો ઉત્‍સાહ નોંધપાત્ર રહ્યો હતો. આ બેઠક પર કુલ ૮૧.૯૮ ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું. આંકડાકીય વિગતો મુજબ કુલ ૨૭,૪૦૫ નોંધાયેલા મતદારોમાંથી ૨૨,૪૬૮ શિક્ષકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સઘન ચકાસણી બાદ ૨૧,૦૫૬ મતો માન્‍ય ઠર્યા હતા, જ્‍યારે ૧,૮૫૭ મતો રદબાતલ જાહેર કરવામાં આવ્‍યા હતા.

રાજ્‍યમાં સત્તા પર??ર્તનની લાંબી આંતરિક ખેંચતાણ બાદ તાજેતરમાં ડીકે શિવકુમારે મુખ્‍યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્‍યો છે. નવી સરકારની રચનાના ટૂંકા ગાળામાં જ શિક્ષકો અને સ્‍નાતકો જેવા પ્રબુદ્ધ વર્ગ તરફથી મળેલો આ પરાજય સરકાર માટે ચિતાનો વિષય બન્‍યો છે.

ગઠબંધન તરીકે ભાજપ અને જેડીએસની આ જીતે સાબિત કર્યું છે કે બંને પક્ષો વચ્‍ચેનું ગ્રાઉન્‍ડ લેવલ તાલમેલ અત્‍યંત મજબૂત રહ્યું છે. આગામી રાજકીય લડાઈઓ માટે આ પરિણામો વિપક્ષી મોરચા માટે મોટું મનોબળ પૂરું પાડશે.

(4:01 PM IST)