તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
શ્રી બાલાજી હનુમાનજી મહારાજના સાનિધ્યમાં કાળી ચૌદશના ૧૦૮ કુંડી મારુતિ મહાયજ્ઞ
ઇચ્છાઓ સઘળી ફળે...જેને શ્રી બાલાજીદાદાની કૃપા મળે... : શ્રી બાલાજી હનુમાનજી મંદિરના મહંત શ્રી વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી શ્રી રાધારમણદાસજી સ્વામી અને કોઠારી શ્રી મુનિવત્સલદાસજી સ્વામીની પાવન નીશ્રામાં આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના દિવ્ય આશીર્વાદ અને બાપુ સ્વામી શ્રી હરિચરણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં આયોજન : યજ્ઞમાં યજમાન તરીકે બેસવા ઈચ્છતા તમામ ભક્તોએ મંદિર કાર્યાલય-ઓફિસ ખાતે રૂબરૂ પોતાનું નામ અગાઉથી નોંધાવી લેવાનું રહેશે

રાજકોટ, તા.૨૮: લાખો ભક્તોની શ્રદ્ધાના પ્રતીક અને રાજકોટવાસીઓના દુઃખહર્તા મહાપ્રતાપી શ્રી બાલાજી હનુમાનજી મહારાજના મંગલમય સાનિધ્યમાં કરણસિંહજી હાઈસ્કૂલ, ભૂપેન્દ્ર રોડ ખાતે આગામી કાળી ચૌદશના પાવન અવસરે એક અત્યંત દિવ્ય અને અલૌકિક ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સુપ્રસિદ્ધ શ્રી બાલાજી હનુમાનજી મંદિર દ્વારા ૦૭ નવેમ્બર, શનિવારના રોજ સાંજે ૦૪:૦૦ થી ૦૭:૦૦ કલાક દરમિયાન ભવ્યાતિભવ્ય ‘૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ' સંપન્ન થશે.
આસુરી શક્તિઓ પર દૈવી શક્તિના વિજય સમાન કાળી ચૌદશ તેમજ શનિવારના આ પવિત્ર સંયોગે વૈદિક મંત્રોચ્ચાર અને શાષાોક્ત વિધિ-વિધાન સાથે ૧૦૮ યજ્ઞકુંડમાં આહુતિઓ અર્પણ કરવામાં આવશે. યજ્ઞના માધ્યમથી સમસ્ત માનવજાતની રક્ષા, સુખ-શાંતિ અને નગરમાં સમળદ્ધિ વધે તે માટે કષ્ટભંજન બાલાજી હનુમાનજીદાદાના ચરણોમાં સામૂહિક પ્રાર્થના કરાશે.
આ દિવ્ય મારુતિ મહાયજ્ઞ પરમ પૂજ્ય ધર્મધુરંધર ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સાથે યોજાઈ રહ્યો છે. આ પાવન અવસરે બાપુ સ્વામીશ્રી હરિચરણદાસજી સ્વામી (રાજકોટ) વિશેષ ઉપસ્થિત રહી ભક્તોને દર્શન-આશીર્વાદ આપશે. આ સમગ્ર ભવ્ય આયોજન શ્રી બાલાજી હનુમાનજી મંદિરના મહંતશ્રી વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાષાી શ્રી રાધારમણદાસજી સ્વામી અને કોઠારી શ્રી મુનિવત્સલદાસજી સ્વામીની પાવન નિશ્રા અને માર્ગદર્શન હેઠળ યોજાઈ રહ્યું છે.
આ મહાયજ્ઞ તદ્દન નિઃશુલ્ક રાખવામાં આવેલ છે. યજ્ઞમાં યજમાન તરીકે બેસવા ઈચ્છતા તમામ ભક્તોએ મંદિર કાર્યાલય-ઓફિસ ખાતે રૂબરૂ પોતાનું નામ અગાઉથી નોંધાવી લેવાનું રહેશે. યજ્ઞની પવિત્ર મર્યાદા જળવાઈ રહે તે હેતુથી યજ્ઞમાં બેસનાર પુરુષ ભક્તોએ સફેદ વષાો કુર્તા-પાયજામા/ધોતીમાં તેમજસ્ત્રી ભક્તોએ લાલ સાડી અથવા લાલ ડ્રેસમાં પધારવા નમ્ર વિનંતી કરવામાં આવી છે. સમસ્ત રાજકોટ તથા સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતાને આ અલૌકિક મારુતી મહાયજ્ઞમાં દર્શન અને પૂજનનો લાભ લઈ બાલાજી હનુમાનજીદાદાની અસીમ કળપા પ્રાપ્ત કરવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન માટે મિલનભાઈ(મો.૮૯૨૮૨ ૪૭૮૦૮) અથવા ધર્મેશભાઈ પટેલ( મો.૯૭૨૩૨ ૦૮૩૦૯) ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
(2:36 PM IST)










