તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
ભારત સામે ત્રીજી વનડેમાં ઝિમ્બાબ્વેની ટીમ 131 રનમાં ઓલઆઉટ: 20 વર્ષીય સ્પિનર વૈષ્ણવી શર્માની ઘાતક બોલિંગમાં ઝડપી 5 વિકેટ
BCA સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી આ મેચમાં ભારતીય બોલરોએ શરૂઆતથી જ દબદબો જાળવી રાખ્યો

નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઝિમ્બાબ્વે વચ્ચેની ત્રીજી વનડે મેચ BCA સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. પહેલા બેટિંગ કરતા ઝિમ્બાબ્વેની ટીમ 39.5 ઓવરમાં 131 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ટોસ જીતીને બેટિંગ કરનાર ઝિમ્બાબ્વેની શરૂઆત ખરાબ રહી. લૌરીન ફિરી કોઈ રન બનાવ્યા વિના આઉટ થઈ ગઈ. ચિપો મુગેરી-તિરિપાનો પણ બેટિંગમાં ખાસ પ્રભાવ પાડી શક્યા નહીં, તેમણે ફક્ત ચાર રન બનાવ્યા. બિલાવદ બિઝા માત્ર એક રન પર વૈષ્ણવી શર્માના બોલ પર હરમનપ્રીત કૌરના હાથે કેચ આઉટ થયા. 25 રન પર ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ, જોસેફાઈન ન્કોમો અને ચિએડઝા ધુરુરુએ ચોથી વિકેટ માટે 40 બોલમાં 27 રન ઉમેરીને ઝિમ્બાબ્વેની ઇનિંગ્સને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો. ધુરુરુને 20 રન બનાવ્યા બાદ વૈષ્ણવી શર્માએ આઉટ કર્યો. કેપ્ટન ન્કોમો 67 બોલમાં 35 રન બનાવ્યા બાદ આઉટ થયા. તેણીએ પોતાની ઇનિંગ્સમાં ચાર ચોક્કા ફટકાર્યા. ત્યારબાદ ઝિમ્બાબ્વેએ નિયમિત અંતરાલે વિકેટ ગુમાવી અને માત્ર 131 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ન્યાશા ગ્વાનઝુરાએ ૧૦ રન બનાવ્યા, જ્યારે મિશેલ માવુંગા છ રન બનાવીને આઉટ થઈ ગઈ. ભારત તરફથી ૨૦ વર્ષીય સ્પિન બોલર વૈષ્ણવી શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું, ૧૦ ઓવરના સ્પેલમાં ૩૯ રન આપીને પાંચ વિકેટ લીધી. તે ઝિમ્બાબ્વેના બેટ્સમેન માટે કોયડો સાબિત થઈ. ક્રાંતિ ગૌડે સાત ઓવરના સ્પેલમાં માત્ર ૨૩ રન આપીને બે વિકેટ લીધી. સયાલી સતઘરેએ પણ છ ઓવરના સ્પેલમાં માત્ર ૧૧ રન આપીને બે વિકેટ લીધી. ભારતીય ટીમ પહેલાથી જ ત્રણ મેચની વનડે શ્રેણીમાં ૨-૦ની અજેય લીડ મેળવી ચૂકી છે.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
