<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

અમદાવાદના ઓઢવ રાજેન્દ્ર પાર્ક બ્રિજ ઉપર થયેલ 34 લાખની લૂંટ અને અપહરણના ગુનાનો ભેદ ઉકેલાયો: મુખ્ય આરોપીની ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી પ્રિતમ ગોહિલની ધરપકડ કરી:લૂંટનું કાવતરું ઘડી સાગરીતોને ટીપ આપી:લૂંટ માટે સાગરીતને 5 લાખ રૂપિયા આપવાની લાલચ આપી હતી:વિશ્વજીત ગોસ્વામી અને મહિપાલની નામના આરોપીની સંડોવણી હોવાની કબૂલાત.

અમદાવાદ : અમદાવાદના ઓઢવમાં થયેલી 34 લાખની લૂંટ અને અપહરણના ગુનાનો ભેદ ઉકેલાયો છે . અપહરણ અને લૂંટ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી પ્રિતમ ગોહિલની ધરપકડ કરી છે . લૂંટનું કાવતરું ઘડી સાગરીતોને ટીપ આપી હતી. લૂંટ માટે સાગરીતને 5 લાખ રૂપિયા આપવાની લાલચ આપી હતી. વિશ્વજીત ગોસ્વામી અને મહિપાલની નામના આરોપીની સંડોવણી હોવાની કબૂલાત થઇ છે ઝડપાયેલો આરોપી સાબરમતીના લૂંટ અને મારામારીના ગુનામાં પણ વોન્ટેડ હતો. આરોપી સામે અગાઉ હત્યા સહિતના ગુનાઓ નોંધાયેલા છે. 21 ઓક્ટોબરે રાજેન્દ્ર પાર્ક રામરાજ્ય બ્રિજ પર લૂંટ થઈ હતી. GST અધિકારી હોવાની ઓળખ આપી ફરિયાદીને રોક્યો હતો. સ્વિફ્ટ કારમાં આવેલા શખ્સોએ ફરિયાદી અને સાહેદનું અપહરણ કર્યું હતું. રોકડ રૂપિયા અને ત્રણ મોબાઇલ ફોન લૂંટી લીધા હતા.

(6:52 PM IST)