News of Wednesday, 28th October 2026
ગોદરેજ હાઉસિંગ ફાઇનાન્સે ગાંધીધામમાં તેની એફોર્ડેબલ હાઉસીંગમાં હાજરીનું વિસ્તરણ કર્યુ
મહેસાણા, સુરત, વાપી, નારોહલ સહિતના શહેરોમાં તેની સેવા વધારી

રાજકોટ તા. ૨૮ : ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપની ફાઇનાન્સિયલ સર્વિસિસ શાખા ગોદરેજ કેપિટલે તેની પેટા કંપની ગોદરેજ હાઉસીંગ ફાઇનાન્સ દ્વારા ગાંધીધામમાં વિસ્તરણ કરીને ગુજરાતમાં એફોર્ડેબલ હાઉસિંગમાં તેની ઉપસ્થિતિને મજબૂત કરી છે.
ગાંધીધામ દીનદયાળ પોર્ટ (કંડલા) સાથે તેની નિકટતા અને તાજેતરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન બનવાને કારણે -મુખ ઇન્ડસ્ટ્રીયલ અને લોજિસ્ટિક્સ હબ તરીકે ઉભરી રહ્યું છે, જેના કારણે વિકાસ માટેના ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી (એસઆઇપીસી) પ્રોગ્રામ અને રૂ. ૧,૫૨૪ મિલિયનના ગાંધીધામ-આદિપુર રેલવે ક્વાડુપ્લીંગ પ્રોજેક્ટ સહિત મોટાપાયે માળખાકીય વિકાસની પહેલોથી આ પ્રદેશમાં રેસીડેન્શિયલ માગને ટેકો મળી રહ્યો છે. આ વિકાસકાર્યોથી પ્રાદેશિક કનેક્ટીવીટીમાં સુધારો થઇ રહ્યો છે તેમજ કિડાણા અને ગળપાદર જેવાં ઉભરતા માઇક્રો-માર્કેટ્સમાં હાઉસિંગની માગ વધી રહી છે.
આ વિસ્તરણ અંગે પ્રતિક્રિયા આપતાં ગોદરેજ હાઉસિંગ ફાઇનાન્સના એમડી અને સીઇઓ મેહરનોશ ટાટાએ કહ્યું હતું કે, ‘અમે સમગ્ર ગુજરાતમાં હાઉસિંગ ફાઇનાન્સની માગમાં વળદ્ધિ જોઇ રહ્યાં છીએ અને વિશેષ કરીને એવાં માર્કેટ્સમાં કે જ્યાં આવકમાં વધારો અને એફોર્ડેબિલિટીમાં સુધારાથી વધુ પરિવારો ઘર ખરીદવા પ્રોત્સાહિત થઇ રહ્યાં છે. અમારું વિસ્તરણ આ માર્કેટ્સમાં ઉપલબ્ધ તકો તથા ગ્રાહકોને સરળ, સુવિધાજનક અને તેમની જરૂરિયાત મૂજબના સોલ્યુશન્સ સાથે સેવા પ્રદાન કરવાની અમારી કટીબદ્ધતા દર્શાવે છે.
ઉલ્લેખનીય છે કે ગોદરેજ કેપિટલની કુલ એયુએમ ઓગસ્ટ, ૨૦૨૬ સુધીમાં રૂ.૩૦,૦૦૦ કરોડથી વધુ હતી, જેમાં ગોદરેજ હાઉસિંગ ફાઇનાન્સ પોર્ટફોલિયોમાં ગુજરાતનો લગભગ ૧૦ ટકા હિસ્સો હતો. ગાંધીધામ ઉપરાંત કંપનીએ મહેસાણા, સુરત, અમદાવાદ (ચાંદખેડા અને નારોલ), વડોદરા, ગાંધીનગર, હિંમતનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, અંકલેશ્વર, વાપી અને બોટાદમાં સહિતના મહત્વપૂર્ણ કેન્દ્રોમાં તેની ઉપસ્થિતિ વધી રહી છે, જે લાંબાગાળાના ગ્રોથ રોડમેપમાં રાજ્યની વ્યૂહાત્મક મહત્વતા દર્શાવે છે
(4:30 PM IST)










