<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

‘સનાતન ધર્મને બદનામ કરવાનું ષડયંત્રઃ વિદેશીઓએ ફેલાવ્‍યા જૂઠાણાં

સ્‍વામી રામદેવનું મોટું નિવેદન...સનાતન ધર્મમાં બધા સમાન છે અને તેમાં કોઈ પણ પ્રકારના ભેદભાવને સ્‍થાન નથી

હરિદ્વાર તા.૨૮: હિદુ સંસ્‍કૃતિને વિદેશી ધરતી પર બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો બાબા રામદેવે આક્ષેપ કર્યો છે. યોગ ગુરુ સ્‍વામી રામદેવે હરિદ્વારમાં આયોજિત એક વિશેષ પ્રેસ કોન્‍ફરન્‍સમાં જણાવ્‍યું હતું કે, સનાતન ધર્મને બદનામ કરવા માટે એક મોટું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે અને હિન્‍દુ ધર્મ વિરુદ્ધ ઇરાદાપૂર્વક જૂઠાણાં ફેલાવવામાં આવ્‍યા છે. ઐતિહાસિક ગ્રંથો, તથ્‍યો અને વિવિધ આસ્‍થાઓ વચ્‍ચેના વૈચારિક મતભેદોની પૃષ્ઠભૂમિ પર આ પ્રેસ કોન્‍ફરન્‍સ યોજવામાં આવી હતી.

બાબા રામદેવે સ્‍પષ્ટ શબ્‍દોમાં કર્યું કે સનાતન ધર્મમાં બધા સમાન છે અને તેમાં કોઈ પણ પ્રકારના ભેદભાવને સ્‍થાન નથી. વધમાં કહ્યું કે, મુઘલ કાલ અને અંગ્રેજોના સમયમાં સનાતન અને ભારતીય શાષો, ગ્રંથોને લઈને જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્‍યું હોવાનો આક્ષેપ કર્યો છે. આને લઈને એટલી અફવાઓ ફેલાવવામાં આવી છે કે, આવનારી પેઢીઓમાં નફરત પેદા થઈ શકે! બાબાનું કહેવું છે કે, નવી પેઢીને ભ્રમમાં રાખવા માટે સનાતન ધર્મ વિષે જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્‍યું હતું.

પોતાની વાતમાં બાબા રામદેવે મનુસ્‍મૃતિનો પણ ઉલ્‍લેખ કરતા કહ્યું કે, તેને પણ બદનામ કરવાનો પ્રયત્‍ન કરવામાં આવ્‍યો છે. સનાતન ધર્મમાં શુદ્ર અને ષીઓના અપમાનની કોઈ વાત છે જ નહીં! વિદેશીઓએ એક ષડયંત્રના ભાગરૂપે આપણી વચ્‍ચે ફૂટ પડાવવાનું કામ કર્યું. તેની વિરુદ્ધ, સનાતન હંમેશાં સુમેળ કેળવવા માટે પ્રયત્‍નશીલ રહે છે.

બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્‍ય અને શૂદ્રને લઈને ફેલાયેલા ભેદભાવો પર પ્રકાશ પાડતા તેમણે કહ્યું કે, વાસ્‍તવમાં આ વર્ગો જન્‍મના આધારે નહીં પરંતુ કર્મ અને ગુણ પર આધારિત હતા, પરંતુ તેને ખોટા સ્‍વરૂપમાં રજૂ કરવામાં આવ્‍યા. તેમણે ઉમેર્યું કે આપસની ફૂટ અને વિદેશીઓની લૂંટે આ દેશને પાયમાલ કર્યો હતો. સનાતનનું અપમાન કરવું એ એક પ્રકારનું સાંસ્‍કૃતિક અને ધાર્મિક પાપ છે, જેને રાજકીય લોકો દ્વારા સંરક્ષણ આપવામાં આવ્‍યું. લોકોને ધર્મ વિહોણા બનાવીને અન્‍ય ધર્મમાં પરિવર્તિત કરવાનું ષડયંત્ર રચવામાં આવ્‍યું હતું, જેના કારણે દેશના કરોડો લોકોને સનાતનથી વિમુખ કરવામાં આવ્‍યા.યોગ ગુરુ બાબા રામદેવે સનાતનના વખાણ કરતા કહ્યું કે, સનાતનમાં સત્‍ય અને ધર્મ જ જીવનનો શ્રેષ્ઠ માર્ગ છે. સનાતન ધર્મના તમામ સિદ્ધાંતો વૈજ્ઞાનિક આધાર ધરાવે છે. આજે સમગ્ર વિશ્વ સ્‍વાસ્‍થ્‍ય અને સુખાકારી માટે સનાતનના સિદ્ધાંતો અપનાવી રહ્યું છે. દુનિયાભરમાં યોગ અને આયુર્વેદમાં નિષ્ઠા રાખનારા લોકોની સંખ્‍યા સતત વધી રહી છે

(4:01 PM IST)