<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

કલા જગત અને એન્ટીક બજારમાંથી ઇ.સ. ૧૭૧૭ની સાલની આરસપહાણમાંથી કંડારેલી એક અત્યંત અનોખી અને કિંમતી મૂર્તિએ તમામ અગાઉના રેકોર્ડ તોડી નાખીને ધડાકાભેર રૂપિયા ૨૦ કરોડમાં વેચાઈ જતાં આંતરરાષ્ટ્રીય કલા બજારમાં મચી ગઈ ભયાનક સનસનાટી

કરોડોની કિંમતની આ ઐતિહાસિક હેરિટેજ મૂર્તિને ખરીદવા માટે વૈશ્વિક કલેક્ટર્સ વચ્ચે ખેલાયેલો લોહિયાળ અને રસાકસીભર્યો જંગ જોઈને મોટા-મોટા મ્યુઝિયમ સંચાલકોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:આંતરરાષ્ટ્રીય એન્ટીક અને કલા બજારમાંથી ઇતિહાસને હચમચાવી દેતી એક અત્યંત ચોંકાવનારી, ખૌફનાક અને સનસનાટીભરી ઘટના સામે આવી છે! દુનિયાભરની દુર્લભ કલાકૃતિઓ અને પુરાતત્વ અવશેષોની હરાજીમાં, આજથી ત્રણસો વર્ષો પહેલાં એટલે કે ઈ.સ. ૧૭૧૭ માં શુદ્ધ આરસપહાણ (Marble) માંથી અત્યંત બારીકાઈથી કંડારવામાં આવેલી એક અનોખી મૂર્તિએ ઇતિહાસ રચ્યો છે.

મૂર્તિની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે જોનારાને ખરેખર કોઇ સ્ત્રીના ચહેરા પર પડદો હોય તેવો અહેસાસ કરાવે છે. આ મૂર્તિને ઇટાલિયન એન્ટોનીઓ કોરાડિનીએ તૈયાર કરી છે. આયોજકોએ જણાવ્યું હતું કે એક વ્યક્તિએ ફોન પર બોલી લગાવીને આ હરાજી જીતી હતી, ૬૦ સેંટીમીટર ઉંચી આ મૂર્તિમાં જે સ્ત્રીને દેખાડવામાં આવી છે તે એકદમ શાંત અવસ્થામાં છે. આરસમાંથી મહિલાના ચહેરા પરનો પડદો કેવી રીતે બનાવ્યો હશે તે સવાલ જરૂર થાય. મૂર્તિને તૈયાર કરનારા કોરાડિનીનો જન્મ ૧૬૮૮માં થયો હતો અને ૧૭૫૨માં તેઓ મૃત્યુ પામ્યા હતા.

(6:15 PM IST)