<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

કરાર કરી આપેલ છે તેવું સાબિત થવા માત્રથી કરાર પાલનનું હુકમનામુ કોર્ટ કરી શકે નહિઃ હુકમનામુ રદ કરતી ડીસ્‍ટ્રીકટ કોર્ટ

રાજકોટઃ તા.ર૮,કરાર કરી આપેલા છે તેવું સાબિત થવા માત્રથી કરાર પાલનનું હુકમનામું અદાલત કરી શકે નહી, કરાર પાલનમાં મિલ્‍કત ખરીદનાર કરારનું પાલન કરવા માટે હંમેશા તૈયાર અને ખુશી હતા તેવું સ્‍પષ્ટ પુરાવાથી સાબિત કરવું પડે છે. આવાજ એક કિસ્‍સામાં સણોસરા ગામની કરોડો રૂપિયાની મિલ્‍કતના કરાર પાલન અંગેના હુકમનામાને ડિસ્‍ટ્રીકટ કોર્ટ રદ કર્યુ હતું.

આ કેસની હકીકત એવી છે કે, રાજકોટ તાલુકાના ગામ સણોસરાના રે.સ.નં. ૭૭/૨ પૈકી-૨ ની જમીન એ.૪-૧૩ ગુંઠા સંબંધે તા. ૦૧/૦૧/૨૦૧૮ ના રોજ રજીસ્‍ટર સાટાખતને કરાર મિલ્‍કતના માલીક કમલેશ ઉર્ફે પ્રવિણભાઈ મોહનભાઈ નાઓએ રાજકોટના સાવન બંગ્‍લોઝમાં રહેતા નરેન્‍દ્રભાઈ કેશુભાઈ મેઘાણી જોગ કરી આપેલ હતો. જે કરારનું પાલન કરવા નરેન્‍દ્રભાઈ મેઘાણીએ રાજકોટની સિવિલ કોર્ટમાં  દાવો દાખલ કરેલ. જે તેમનો દાવો રાજકોટના  એડીશ્‍નલ સીનીયર સિવિલ જજે તા. ૨૧/૦૩/૨૦૨૨ ના રોજ મંજુર કરેલો અને આ મિલ્‍કતનો રજીસ્‍ટર વેચાણ દસ્‍તાવેજ કરી આપી મિલ્‍કતનો કબજો સોંપી આપવો તેવો હુકમ કરેલ અને હુકમ બાદ તે હુકમનું પાલન કરાવવા દરખાસ્‍ત દાખલ કરી તેમાં કમિ‘ર નીમી નરેન્‍દ્રભાઈ કેશુભાઈ મેઘાણી જોગ દરખાસ્‍ત કોર્ટે કમિશ્‍નર નીમી તા.૩૧/૦૩/૨૦૨૬ ના રોજ દસ્‍તાવેજ કરી કબજો સોંપી આપેલ.

આ દિવાની કેસ ના કરાર પાલનના હુકમ અને હુકમનામા સામે કમલેશભાઈ ઉર્ફે પ્રવિણભાઈ મોહનભાઈ લીંબાસીયાએ રાજકોટની ડિસ્‍ટ્રીકટ કોર્ટમાં અપીલ દાખલ કરી આ ચુકાદો રદ કરવા માંગણી કરેલી. જે અપીલ ચાલી જતાં રાજકોટના  એડીશ્‍નલ ડિસ્‍ટ્રીકટ જજે તા. ૧૫/૧૦/૨૦૨૬ ના રોજ અપીલ મંજુર કરતાં અને એપેલેન્‍ટ તરફે રોકાયેલા રાજકોટ ધારાશાષાી અર્જુન પટેલની દલીલો ગ્રાહય રાખતાં ઠરાવેલ છે કે, રેડીનેશ એન્‍ડ વીલીંગનેશના સંદર્ભમાં  સુપ્રિમ કોર્ટનો ચુકાદો જે.પી. બિલ્‍ડર્સ વિરૂધ્‍ધ રામદાસ રાવોના કેસમાં પ્રસ્‍થાપિત થયેલ સિધ્‍ધાંત અનુસાર અને સ્‍પેસીફીક રીલીફ એકટની કલમ-૧૬(સી) ધ્‍યાને લેતાં કોઈ પણ કરારના પાલન માટે કરાર કરનાર પક્ષકારે હંમેશા કરાર પાલન માટેની તૈયાર અને ખુશી બતાવવી જ જોઈએ અને પુરાવાથી સાબિત પણ કરવી જોઈએ.

આ કાનુની સિધ્‍ધાંતના સંદર્ભમાં અદાલતે નોંધેલ છે કે આ કેસમાં રૂા. ૧,૦૦,૦૦૦/- કરારની તારીખે એટલે કે તા. ૦૧/૦૧/૨૦૧૬ ના રોજ રોકડમાં ચુકવવામાં આવેલ છે તેવું મિલ્‍કત ખરીદનાર જણાવે છે અને કરારની શરતમાં એવું લખવામાં આવેલ છે કે વેચાણ દસ્‍તાવેજ ૧૮ માસમાં બાકીનો અવેજ ચુકવી કરાવી લેવાનો છે ત્‍યારે આ ૧૮ માસ દરમ્‍યાન આ ખરીદનારાએ કયારેય પણ વેચનારને અવેજ ચુકવી આપી દસ્‍તાવેજ કરાવી લેવાની તૈયારી બતાવી હોય તેવો કોઈ પુરાવો રજુ કરેલ નથી અને ખરીદનારાએ તા.૧૦/૦૭/૨૦૨૦ ના રોજ નોટીસ આપી કરાર પાલન કરવા જણાવેલ છે અને ત્‍યાર બાદ તા. ૨૧/૦૭/૨૦૨૧ ના રોજ દાવો કરેલો છે.

આ વાદીની વતુર્ણક સાથે સંજોગો ધ્‍યાને લેતાં આ વાદી કરાર પાલન માટે હંમેશા તૈયાર અને ખુશી હોય તેવું જણાય આવતું નથી. વાદીએ જે બેંક સ્‍ટેટમેન્‍ટ અદાલત સમક્ષ રજુ કરેલ છે તે જોતાં પણ વાદી પાસે બાકીનો અવેજ ચુકવવાની રકમ કરતાં ખુબ જ ઓછી રકમ તે સમય ગાળા દરમ્‍યાન જોવા મળે છે અને તેથી નામદાર સુઙ્ઘિમ કોર્ટનું યુ.એન. ક્રિષ્‍નામુર્તિના ચુકાદામાં ઠરાવ્‍યા પ્રમાણે આ વાદીએ કન્‍ટીન્‍યુઅન્‍સ રેડીનેશ એન્‍ડ વીલીંગનેશ માનવા લાયક પુરાવાથી સાબિત કરવામાં નિષ્‍ફળ નિવડેલ છે. અદાલતે ઠરાવેલ છે કે દાવા અરજીમાં લખી નાખવાથી વાદી હંમેશા કરારનું પાલન કરવા તૈયાર અને ખુશી હતા તેવું સાબિત માની શકાય નહી. સુપ્રિમ કોર્ટએ ઠરાવેલ છે કે લાંબા સમય બાદ અદાલતમાં નાણાં જમા કરાવવાથી વાદી કરારનું પાલન માટે તૈયાર અને ખુશી હતા તેવું પણ માની શકાય નહી.

આમ ડિસ્‍ટ્રીકટ કોર્ટે રેડીનેશ એન્‍ડ વીલીગનેશ સંબંધે નામદાર સુપ્રિમ કોર્ટે જે સિધ્‍ધાંત પ્રસ્‍થાપિત કરેલ છે તે ધ્‍યાને લઈ આ કરારથી મિલ્‍કત ખરીદનાર દાવાના વાદી નરેન્‍દ્રભાઈ મેઘાણી કરાર પાલન માટે તૈયાર અને ખુશી હતા તેવું સાબિત કરવામાં નિષ્‍ફળ ગયેલ છે તેમ ઠરાવી આ અપીલ મંજુર કરી નીચેની અદાલતનો ચુકાદો રદ કરેલ ળ     .

આ કામમાં એપેલેન્‍ટ (મિલ્‍કત વેચનાર) કમલેશભાઈ મોહનભાઈ લીંબાસીયા વતી એડવોકેટ તરીકે રાજકોટના  ધારાશાષાીશ્રી અર્જુન એસ. પટેલ, મહેન એમ. ગોંડલીયા, રવિન એન. સોલંકી તથા ઉમર સોરા રોકાયેલ હતા.

અર્જુન એસ. પટેલ, એડવોકેટ

(2:43 PM IST)