તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સુરક્ષામાં ફરજ બજાવતા PSI તન્વીરસિંહ ઝાલાનો આપઘાત : સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી
ગાંધીનગર સેક્ટર-27 પોલીસ લાઇનના નિવાસસ્થાને બનાવ, FSL ટીમે પુરાવા એકત્ર કર્યા, કૌટુંબિક કારણોની પ્રાથમિક ચર્ચા - પોલીસ તપાસ શરૂ

ગાંધીનગર તા.28 : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સુરક્ષા વ્યવસ્થામાં ફરજ બજાવતા PSI તન્વીરસિંહ ઝાલાએ ગાંધીનગર સેક્ટર-27 પોલીસ લાઇન સ્થિત પોતાના નિવાસસ્થાને સર્વિસ રિવોલ્વરથી આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ભારે શોક અને ખળભળાટ મચી ગયો છે.
પ્રાથમિક માહિતી મુજબ, ફાયરિંગનો અવાજ સાંભળી સાથી કર્મચારીઓ દોડી આવ્યા હતા. ત્યારબાદ ગાંધીનગર SP સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે.
FSLની ટીમને બોલાવીને બેલેસ્ટિક અને ટેકનિકલ પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. પોલીસ સૂત્રો અનુસાર, પ્રાથમિક તબક્કે કૌટુંબિક કે અંગત કારણો હોવાની ચર્ચા છે, પરંતુ પોલીસે આને સત્તાવાર કારણ નથી ગણાવ્યું. સુસાઇડ નોટ મળી છે કે કેમ અને ફોરેન્સિક-પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસ કારણ સામે આવશે.
મૃતક PSI લાંબા સમયથી ગાંધીનગરમાં ફરજ બજાવતા હતા અને શાંત તથા નિષ્ઠાવાન અધિકારી તરીકે ઓળખાતા હતા.
(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
