<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

જુનાગઢના નતાળીયા ગામની સીમમાંથી દારૂ-બિયર સહિત ૧૯.૫૭ લાખનો મુદ્દામાલ ક્રાઈમ બ્રાન્‍ચની ટીમે ઝડપી લીધો

૨ આરોપીની ધરપકડઃ ૪ શખ્‍સો નાશી છૂટતા શોધખોળ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૨૮: રેન્‍જનાં ઇચા. નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીમ રાયની સુચના તેમજ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાનાં માર્ગદર્શન હેઠળ દરોડો પાડીને મેંદરડા તાલુકાના નતાળીયા ગામની સીમમાં આવેલ રાણીંગભાઈ ચાંદ્રડ નાઓનાં ખેતરે દિલીપ રાવતભાઈ માંજરીયા, યશ મેરૂભાઇ કટારા તથા જાબર દેશુરભાઇ ચાંદ્રડ વાળાઓએ ભાગીદારીમાં ગે.કા. રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્‍થો મંગાવી ઉપરોક્‍ત ખેતરમાં છુપાવેલ છે અને આ જથ્‍થો સગેવગે કરવાની તૈયારીમાં છે. જે ચોક્કસ હકીકત આધારે તુરંત બાતમીવાળી જગ્‍યાએ જઈ રેઈડ કરતા બે આરોપીઓ તથા અલગ-અલગ વાહનો માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની અલગ-અલગ બ્રાન્‍ડની બોટલો તથા ટીન મળી આવતા તમામ મુદ્દામાલ કબ્‍જે કરી મેંદરડા પોલીસ સ્‍ટેશન ખાતે પ્રોહીબીશન એક્‍ટ. મુજબનો ગુન્‍હો દાખલ કરાવવામાં આવેલ. પોલીસે નાગેશ ભગવાનભાઈ કરમટા ઉં.વ.૧૯ રહે.જૂનાગઢ, મધુરમ, આકાશગંગા સોસાયટી, તા.જિ. જૂનાગઢ, કરણ પાંચાભાઈ રાડા ઉ.વ.૨૫ રહે.જૂનાગઢ, ગાંધીગ્રામ, ધરમ અવેડા સામેની ગલીમાં, તા.જિ. જૂનાગઢની ધરપકડ કરી છે.

દિલીપ રાવતભાઈ માંજરીયા રહે.જૂનાગઢ, જોષીપરા, તા.જિ.જૂનાગઢ. યશ મેરૂભાઇ કટારા રહે. ખામધ્રોળ ગામ, તા.જિ.જૂનાગઢ. જાબર દેશુરભાઈ ચાંદ્રડ રહે.રામેશ્વર. પ્રકાશ ઉર્ફે પકો ગોવિંદભાઈ ગરચર રહે.વાડલા ગામ, તા.માંગરોળ, જિ.જૂનાગઢ.નસ શોધખોળ હાથ ધરી છે.

ભારતીય બનાવટનાં વિદેશી દારૂ તથા બીયરની અલગ-અલગ બ્રાન્‍ડની બોટલ તથા ટીન મળી કુલ નંગ - ૧૯૩૪, કિ.રૂ.૩,૨૭,૮૨૮/- ફોરવ્‍હિલ કાર નંગ - ૩, મળી કિ.રૂ.૧૬,૦૦,૦૦૦/- મોબાઈલ ફોન નંગ - ૦૨, કિ.રૂ.૩૦,૦૦૦/- કુલ મુદ્દામાલ કિ.રૂા.૧૯,૫૭,૮૨૮/- જપ્ત કરેલ છે.

આ કામગીરી ક્રાઈમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ. બી.જી.ચેતરીયા તથા પો.સબ.ઇન્‍સ. ડી.કે.પટેલ તથા એ.એસ.આઈ. યશપાલસિંહ જાડેજા, સામતભાઈ બારીયા, વિજયભાઈ બડવા તથા પોલીસ હેડ કોન્‍સ. ભનુભાઈ ઓડેદરા, આઝાદસિંહ સીસોદીયા, પ્રતિકભાઈ ઠાક૨, અજયસિંહ ચુડાસમા, રાજુભાઈ કટારા, જીજ્ઞેશભાઈ બકોત્રા વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

 

(1:02 PM IST)