<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

મોરબીના રવાપર રોડ પર અસામાજિક તત્વોનો આતંક: પાર્ક કરેલી બ્રેઝા કાર સળગાવી દીધી.

અનુપમ સોસાયટીમાં મોડી રાત્રે બનેલો બનાવ : સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ વાયરલ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ સતત વધી રહ્યો છે. મોરબીના પોશ વિસ્તાર ગણાતા રવાપર રોડ પર આવેલી અનુપમ સોસાયટીમાં કોઈ અજાણ્યા શખ્સો દ્વારા પાર્ક કરેલી એક બ્રેઝા કારને નિશાન બનાવવામાં આવી હતી. અજાણ્યા શખ્સોએ રાત્રિના સમયે કારમાં આગ લગાવી દીધી હતી.

   આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. હાલ આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ વીડિયોમાં અજાણ્યા શખ્સો કારને સળગાવીને ફરાર થતા સ્પષ્ટ જોઈ શકાય છે. આ બનાવને પગલે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આવું કૃત્ય કરનાર શખ્સો સામે કાયદાનો સકંજો કસાઈ છે કે કેમ તે જોવું રહ્યું.

(1:09 AM IST)