તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 28th October 2026
જિયોએ સપ્ટેમ્બરમાં ૨૭.૧૩ લાખ મોબાઈલ યુઝર ઉમેર્યાઃ ટ્રાઈ
બીજા ક્રમ પર ભારતી એરટેલઃ ૨૬.૯૨ લાખ સબસ્ક્રાઈબર્સ ઉમેર્યાઃ વોડાફોન આઈડિયાએ ૫.૫૦ લાખ સબસ્ક્રાઈબર્સ ઉમેર્યા : દેશમાં કુલ ાયરલેસ મોબાઈલ યુઝર બેઝ ૬૫.૭૪ લાખ વધીને ૧૩૦ કરોડ થયો છે

નવી દિલ્હી તા.૨૮: ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ)એ મંગળવારે જાહેર કરેલા ડેટા અનુસાર દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોએ સપ્ટેમ્બર મહિનામાં ૨૭.૧૩ લાખ મોબાઈલ સબસ્ક્રાઈબર્સ ઉમેર્યા છે. બીજા ક્રમ પર ભારતી એરટેલ છે, જેણે ૨૬.૯૨ લાખ સબસ્ક્રાઈબર્સ ઉમેર્યા છે. વોડાફોન આઈડિયાએ ૫.૫૦ લાખ સબસ્ક્રાઈબર્સ ઉમેર્યા છે.
સપ્ટેમ્બર મહિનામાં નવા સબસ્ક્રાઈબર્સની સંખ્યા સાથે જિયોના કુલ મોબાઈલ સબસ્ક્રાઈબર્સની સંખ્યા ૫૧.૧૧ કરોડ થઈ છે, જ્યારે એરટેલના સબસ્ક્રાઈબર્સની સંખ્યા ૪૯.૪૩ કરોડ થઈ છે. વોડાફોન આઈડિયાના યુઝર્સનો બેઝ વધીને ૨૦ કરોડથી વધુ થયો છે. જિયોએ મોબાઈલ સબસ્ક્રાઈબર માર્કેટમાં તેનો દબદબો જાળવી રાખ્યો છે અને ૩૯.૩૨ ટકા હિસ્સા સાથે માર્કેટ લીડર તરીકે તેનું સ્થાન જાળવી રાખ્યું છે. એરટેલ ૩૮.૦૨ ટકા હિસ્સા સાથે બીજા ક્રમે છે, જ્યારે વોડાફોન આઈડિયા ૧૫.૩૯ ટકા બજાર હિસ્સા સાથે ત્રીજા ક્રમે છે. ટ્રાઈના ડેટા અનુસાર સરકાર સંચાલિત ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ સપ્ટેમ્બરમાં ૬.૨૬ લાખ યુઝર્સનો વધારો કર્યો છે. તેનો કુલ યુઝર બેઝ વધીને ૯.૪૩ કરોડ થયો છે.
દેશમાં કુલ વાયરલેસ મોબાઈલ યુઝર બેઝ ૬૫.૭૪ લાખ વધીને ૧૩૦ કરોડ થયો છે, જે ઓગસ્ટના અંતે ૧૨૯.૩૪ કરોડ હતો. આમ, સપ્ટેમ્બરમાં તેમાં ૦.૫૧ ટકાનો વધારો થયો છે. મોબાઈલ અને ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ કનેક્શન મળીને કુલ વાયરલેસ સબસ્ક્રાઈબર બેઝ ૬૯.૪૧ લાખ વધીને ૧૩૧.૯૨ કરોડ થયો છે. દેશમાં કુલ ટેલિફોન સબસ્ક્રાઈબર બેઝ (વાયરલાઈન કનેક્શન સહિત) વધીને ૧૩૬.૭૯ કરોડ થયો છે. એક્ટિવ વાયરલેસ મોબાઈલ સબસ્ક્રાઈબર્સની સંખ્યા ૧૨૧.૩૮ કરોડ થઈ છે. ટ્રાઈના ડેટા અનુસાર દેશમાં ૧.૬૮ કરોડ સબસ્ક્રાઈબર્સે સપ્ટેમ્બર મહિના દરમિયાન મોબાઈલ નંબર પોર્ટેબિલિટી માટે રિક્વેસ્ટ સબમિટ કરી છે. બ્રોડબેન્ડ સબસ્ક્રાઈબર બેઝ વધીને ૧૧૦.૭૭ કરોડ થયો છે, જે ઓગસ્ટના અંતે ૧૧૦.૧૨ કરોડ હતો
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
