તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Wednesday, 28th October 2026
પોરબંદરમાં પૂ.ખાનુરામજી ૭પમી વરસી ઉત્સવ : ત્રિદિવસીય ઉજવણી
૩૦મી ઓકટોબરથી ૧લી નવેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોઃ ઉલ્લાસનગરના અનીલ ભગતનો ધમાકેદાર પ્રોગ્રામ : સંતવાણી : ડી.જે.રાસ ગરબા : ગુરૂગ્રંથ પાઠ : ભંડારો : લંગર પ્રસાદ : સિંધી સમાજમાં અનેરો ઉત્સાહ વરસી ઉત્સવમાં મુખ્ય મહેમાનપદે અર્જુનભાઇ મોઢવાડીયા, બાબુભાઇ બોખીરીયા, મેયર સાગરભાઇ મોદી તેમજ નગરપાલીકાના પુર્વ પ્રમુખ પંકજભાઇ મજીઠીયા તેમજ વિવિધ જ્ઞાતિના તેમજ સેવાભાવી સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહેશે બહારગામથી પધારેલા ભકતજનો માટે ત્રણેય દિવસ લંગર પ્રસાદ અને સિંધુભવન ખાતે રહેવાની સુવિધા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૮ : સિંધી સમાજના સંતશ્રી પૂ. ખાનુરામજીની ૭પમી વરસી ઉત્સવનું તા.૩૦મીથી ત્રણ દિવસ સુધી કરવામાં આવ્યું છે. આ વરસી ઉત્સવ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલ છે. જેમાં ઉલ્લાસનગરના અનિલ ભગતનો ધમાકેદાર પ્રોગ્રામ, સંતવાણી, ડી.જે., રાસ ગરબાર, ગુરૂગ્રંથ પાઠ સાહેબ તથા લંગર પ્રસાદનો સમાવેશ થાય છે. આ વરસી ઉત્સવ માટે સિંધી સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે.
આ વરસી ઉત્સવ નિમીતે આ વર્ષે તા.૩૦ ઓકટોબરના શુક્રવારે નવ વાગ્યે પોરબંદર સિંધી સમાજના બ્રાહ્મણ શ્રી દેવીદાસ શર્મા પૂજનવિધી સાથે વરસી ઉત્સવનો પ્રારંભ કરાવશે. સવારે દશથી બાર વાગ્યા સુધી મંદિરે ભાવનગરના તુલસી ભગતનો ધાર્મિક ભજનો સાથે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. બપોરે સાડા બાર વાગ્યે શ્રી ગુરૂગ્રંથ સાહેબના અખંડપાઠ સાહેબનો વિધીવત આરંભ કરવામાં આવશે. ત્યારબાદ આરતી સાહેબ, પલ્લવસાહેબ થશે, ત્યારબાદ પ્રસાદી વિતરણ કરવામાં આવશે.
સાંજે પાંચ વાગ્યાથી સાત વાગ્યા સુધી સુરત થલ્હી-મંદિરના સેવાદારી નિખીલ લાલવાણીનો ભજનકિર્તનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. રાત્રે ૯-૦૦ થી ૧૧-૦૦ વાગ્યા સુધી રાજકોટના ઉત્તમભાઈના આશિવદિથી રાજા વનવાણીનો ધમાકેદાર ભગત નો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે.
તા.૩૧ ઓકટોબર શનિવારે સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ વાગ્યા સુધી ભાવનગરના તુલસી ભગતનો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. ત્યારબાદ હુકમનામું, અરદાસ, શ્રી આરતી સાહેબ, પલ્લવ સાહેબ બાદ પ્રસાદીનો વિતરણ થાશે, સાંજે ૬-૦૦ થી રાત્રીના ૧૦-૦ વાગ્યા સુધી ઉલ્લાસનગરના મશહુર કલાકાર અનીલભગતનો જોરદાર પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. રાતના દશ વાગ્યે અનીલ ભગતના પ્રોગ્રામમાં આવેલ સંગતનો ભંડારો લોહાણા મહાજન વાડીમાં રાખવામાં આવેલ છે.
તા.૦૧ નવેમ્બરના રવિવારે છેલ્લા દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સવારે ૯-૦૦ વાગ્યે સંત શ્રી ખાનુરામજીના મંદિરે ધાર્મિક ગીતો સાથે ડી. જે. નો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ છે. જેમાં સિંધી છેજ બહેનો માટે ગરબા રાસનો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવેલ છે સાથે ભવ્ય સાંસ્કળતિક કાર્યક્રમ જેમાં ધાર્મિક ભજનો પર રાસ સ્તળતિનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. સવારે ૧૧-૦૦ વાગ્યે સિંધી સમાજના સ્થાનિક તેમજ બહારગામથી વરસી ઉત્સવમાં પધારેલા ગામે ગામના પંચાયતી પ્રમુખો, આગેવાનોનો સન્માન સમારંભ રાખવામાં આવેલ છે. બપોરના ૧૨-૦૦ વાગ્યે શ્રી ગુરુગ્રંથ સાહેબના અખંડપાઠ સાહેબનો ભોગ સાહેબ પૂર્ણાવતી થાશે. વરસી ઉત્સવમાં આવેલ સર્વ ભકતનો તેમજ ભોગ સાહેબમાં હાજર સર્વે ભકતજનો ને પ્રસાદી આપવામાં આવશે. ગામે ગામેથી સિંધી સમાજના હજારો ભકતજનો મંદિરના દર્શનાથે આવે છે. મુખ્ય સ્થાનક પોરબંદર સિવાય અનેક શહેરોમાં પણ સંતશ્રી ખાનુરામ સાહેબજી વરસી ઉજવવાનું આયોજન છે. જેમાં વંથલી, કેશોદ, જેતપુર, જુનાગઢ, ધોરાજી, પાલીતાણા, સુરત, અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં પણ સંતશ્રી ખાનુરામ સાહેબનો ધાર્મિક ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે. બપોરે ૧૨-૦૦ વાગ્યે ગુરૂગ્રંથ સાહેબના અખંડપાઠ સાહેબનો ભોગ સાહેબ પૂર્ણાવતી અરદાસ સાથે પૂર્ણ થાશે. ત્યારબાદ આરતી સાહેબ પછી આ વર્ષના વરસી ઉત્સવનો પલ્લવ સાહેબ પૂર્ણાવતી નો પલ્લવ, ભારતીમાતા દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ આ વર્ષના મેલાની પૂર્ણાવતી થાશે.
સંત શિરોમણી શ્રી ખાનુરામની ૭૫મી વરસી ઉત્સવ પોરબંદમાં વરસી ઉત્સવમાં મુખ્ય મહેમાન તરીકે અર્જુનભાઈ મોઢવાડીયા કેબીનેટ મંત્રી ગુજરાત રાજય તેમજ બાબુભાઈ બોખીરીયા પૂર્વ કેબીનેટ મંત્રી ગુજરાત રાજય અને મહાનગર પાલિકાના પ્રથમ મેયર સાગરભાઈ મોદી તેમજ પોરબંદર છાંયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પંકજભાઈ મજીઠીયા તેમજ પોરબંદર શહેરના ધાર્મિક, સામાજીક શૈક્ષણિક તેમજ વિવિધ જ્ઞાતિના આગેવાનો ખાસ હાજરી આપશે.
બહારગામથી પધારેલા સર્વ ભકતજનો માટે ત્રણેય દિવસ લંગર પ્રસાદ ભંડારાની વ્યવસ્થા શ્રી લોહાણા મહાજન વાડીમાં રાખવામાં આવેલ છે. તેમજ બહારગામથી પધારેલા તમામ ભકતજનો માટે ત્રણેય દિવસ રહેવાની સુવિધા શ્રી લોહાણા મહાજન વાડી અને સિન્ધુ ભવન ખાતે કરવામાં આવેલ છે. તેમજ પોરબંદરના સર્વે સિંધી સમાજના પરિવારનો ભંડારો તેમજ બહારગામના ભકતજનો. નો ભંડારો તા.૧ નવેમ્બરે બપોરે ૧૨-૩૦ વાગ્યે શ્રી લોહાણા મહાજન વાડી ખાતે રાખવાવમાં આવેલ છે.
બે મહિનાથી સંતશ્રી ખાનુરામ, પૂ. માતા સાધણીના વંશજ પરિવારના સર્વશ્રી ગાદિપતી સંતશ્રી સાંઈ મુલણશાહ ભારતીમાતા, સતીષભાઈ, રાજાભાઈ, સુનિલકુમારની સાથે પોરબંદરના સમસ્ત સિંધી સમાજના સેવાદારીઓ વરસી ઉત્સવને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.
આ વરસી ઉત્સવના આયોજનને સફળ બનાવવા માટે સિંધી સમાજના સેવાદારીઓની કુલ મુખ્ય ૨૧ સમિતિઓ બનાવવામાં આવેલ છે. દરેક સમિતિ નીચે આઠ થી દશ સેવાદારીઓનો સમાવેશ કરવામાં આવેલ છે. સ્થાનિક તેમજ બહારગામથી પધારેલ ભકતજનો વરસી ઉત્સવનો વ્યવસ્થિત લાભ લઈ શકે તે માટે થલ્હી-મંદિર તરફથી વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સિંધી સમાજ આગેવાનો, સેવાદારી ભાઈઓ, સેવાદારી બહેનો તેમજ પૂજય માતા સાધણી સેવા સમિતિ તેમજ માતા સાધણી ચેરીટેબલ ટ્રસ્ટ, પોરબંદર અને પોરબંદરના સિંધી સમાજના યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. સર્વે સિંધી સમાજના પરિવારો એ વરસી ઉત્સવમાં હાજરી આપવા સંતશ્રી મુલણશાહ ભારતીમાતા દ્વારા નિમંત્રણ એક યાદીમાં આપવામાં આવ્યું છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
