<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

વડોદરામાં સોની પરિવારનો સામૂહિક આપઘાત:માતા અને દીકરા-દીકરીએ સાથે ગળાફાંસો ખાધો,

માંડવી વિસ્તારમાં આવેલી દલા પટેલની પોળ (નરસિંહજીની પોળ)માં રહેતા સોની પરિવારના 50 વર્ષીય માતાએ પુત્ર અને પુત્રી સાથે ગળાફાંસો ખાઈને સામૂહિક આત્મહત્યા કરી.

વડોદરામાં દિવાળી પહેલા આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. શહેરમાં નરસિંહજીની પોળ વિસ્તારમાં એક પરિવારે સામુહિક આપઘાત કર્યો છે. સોની પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો છે. બનાવની જાણ થતા જ પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે, આ ઘટના પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

 

વડોદરામાં માતાએ બે સંતાનો સાથે સામુહિક આપઘાત કર્યો છે. 47 વર્ષીય માતાએ પુત્ર અને પુત્રી સાથે આપઘાત કર્યો હતો. માંડવી વિસ્તારમાં આ કરૂણાંતિકા સર્જાઇ હતી.

, દોઢ વર્ષ અગાઉ આ પરિવારના મોભી ચેતનભાઈ સોનીનું નિધન થયું હતું અને આજે જ સ્વર્ગીય ચેતન સોનીનો જન્મદિવસ હોવાનું પરિવારના મિત્રોએ જણાવ્યું છે. પિતાના જન્મદિવસે જ પરિવારના બાકીના સભ્યોએ આત્મહત્યા કરી લેતા અનેક તર્ક-વતર્ક વહેતા થયા છે.

 

આ ઘટના અંગે મૃતકોના ફેમિલી મિત્ર જીગ્નેશ સોનીએ જણાવ્યું હતું કે, પરિવારને કોઈપણ પ્રકારની આર્થિક સંકળામણ કે મુશ્કેલી ન હતી. તેમનું આર્થિક પરિભ્રમણ સામાન્ય હતું, છતાં આ પરિવારએ આવું અચાનક કેમ પગલું ભર્યું તે અત્યારે સૌ કોઈ માટે નવાઈ અને રહસ્યની વાત બની ગઈ છે. પરિવારના નજીકના લોકો પણ આ દુર્ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા છે.

(8:16 PM IST)