<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

'અર્નબ' બાદ બંગાળની ખાડીમાં બીજા વાવાઝોડા 'મુરાસુ' નો ખતરો : ઓડિશા પર તોળાઈ રહ્યું છે જોખમ

આજે સવારે અર્નબ વાવાઝોડાએ આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ કર્યો - 150 કિમીની ઝડપે પવન, હવે 1-2 નવેમ્બરે ઓડિશા કાંઠે નવી સિસ્ટમ સક્રિય થવાનો અંદાજ

નવી દિલ્હી તા.૨૮ : 'અર્નબ' વાવાઝોડાએ આજે તા.28 ઓક્ટોબરના રોજ સવારે 2 થી 8 વાગ્યા વચ્ચે આંધ્રપ્રદેશના બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે યાનમ પાસે લેન્ડફોલ કરી લીધો છે. IMD મુજબ લેન્ડફોલ સમયે 125-135 કિમીની ઝડપ અને 150 કિમી સુધીના ઝાપટા હતા. ઓડિશા અને આંધ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને વૃક્ષો ધરાશાયી થવાના અહેવાલો છે.પણ હવામાન વિભાગ માટે ચિંતા હજુ પૂરી નથી થઈ.

ECMWF અને IMD GFS સહિતના મોડલ મુજબ, અર્નબ બાદ તરત જ બંગાળની ખાડીમાં દક્ષિણ-પૂર્વમાં વધુ એક લો-પ્રેશર એરિયા સક્રિય થશે.હવામાન બ્લોગ Vagaries of Weather ના જણાવ્યા મુજબ, આ નવું લો-પ્રેશર 1-2 નવેમ્બરની આસપાસ ઓડિશા કાંઠા તરફ આગળ વધી શકે છે.

હાલ સાઉથ-વેસ્ટ બંગાળની ખાડી અને તમિલનાડુ કાંઠે રહેલું એક લો-પ્રેશર ગઈકાલે નબળું પડ્યું હતું, પરંતુ તરત જ નવી સિસ્ટમ બનવાની શક્યતા છે 

ઓડિશા સરકારે તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરી છે. દક્ષિણ ઓડિશાના પુરી, ગંજામ, ગજપતિ જિલ્લામાં રેડ એલર્ટ છે. માછીમારોને 26 થી 29 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવા સૂચના અપાઈ છે.

IMD એ કહ્યું છે કે આગામી સિસ્ટમ વિશે હજુ ચોક્કસ કહેવું વહેલું છે, કારણ કે હવામાનની સ્થિતિ ખૂબ જટિલ છે. અર્નબ બાદ બનનારું આગામી વાવાઝોડું 'મુરાસુ' (ભારત દ્વારા આપેલું નામ) હશે.

(4:11 PM IST)