તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
દિવાળી દેખાણી : સહેલાણીઓની હરવા-ફરવાની પેટર્નમાં ડ્રાસ્ટીક ચેન્જ આવ્યો : પ્રવાસના દરિયામાં મારો ધૂબાકા : કરો તૈયારી
રીલીજીયસ ડેસ્ટીનેશન્સ ઉપર ધસારો : ફોરેન ટુરમાં દિવાળી દરમ્યાન વિયેટનામ જવાનો ક્રેઝ વધ્યો : સિંગાપુર મલેશીયા-ક્રુઝ એવરગ્રીન : દુબઇ માટે ફલાઇટ ફ્રીકવન્સી ઘટતા એરટિકીટ મોંધી થઇ : વેઇટ એન્ડ વોચની નીતિ : ગત વર્ષ કરતા ઓવરઓલ ટ્રાફિક ઓછો : ધારણા મુજબ બુકીંગ નથી : મોટાભાગના રૂટમાં ફલાઇટ ટિકીટ અવલેબલ : પસંગીની ટ્રેનો - બસ હાઉસફુલ : યુધ્ધને કારણે ઇન્ટરનેશનલ ટુરીઝમ ઓછું : છેલ્લા દિવસોમાં ટ્રાફિક વધશે : બજારમાં વિવિધ રેઇટસના પેકેજીસ ઉપલબ્ધ : ઓનલાઇન બુકીંગમાં પણ જબરો વધારો : ઘણાં પેકેજીસમાં ડીસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ

રાજકોટ, તા., ૨૭ : માહિતી અને ટેકનોલોજીના આજના ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં કોમ્યુનિકેશન અને ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે આમુલ પરિવર્તન આવી ગયું છે. સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ્સ જેવા કે ફેસબુક, ઇન્સ્ટ્રાગ્રામ, સ્નેપચેટ, ટવીટર, વોટસએપ, ટેલીગ્રામ સહિતની બોલબાલા વચ્ચે લોકોની જીવનશૈલી અને હરવા-ફરવાની પેટર્નમાં ડ્રાસ્ટીક ચેન્જ જોવા મળી રહયો છે. તહેવારોમાં લોકો પોતાના ફેમીલી સાથે કે પછી ગ્રુપ સર્કલમાં દેશ-વિદેશના વિવિધ આકર્ષક ડેસ્ટીનેશન્સ ઉપર ફરવા નિકળી પડે છે. યાદગાર પળો માણીને જીવનને સતત મહેકતુ રાખે છે.
તહેવારોની રાણી કહેવાતી દિવાળી આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર-ગુજરાતના લોકો દેશ-વિદેશમાં પસંદગીના ડેસ્ટીનેશન્સ ઉપર ફરવા જવા માટે તલપાપડ બન્યા હોવાનું દેખાઇ રહયું છે. પ્રવાસના દરીયામાં ધુબાકા મારવા અને મહામુલી જીંદગીમાં યાદગાર દિવસો ઉમેરવા તૈયારી કરવા માંડયા છે.
દિવાળીની રજાઓ દરમ્યાન આ વખતે સહેલાણીઓ બેંગ્લોર, મૈસુર, ઉંટી, કોડાઇ કેનાલ, કુર્ગ, કબીની, કાશ્મીર, સિમલા, કુલુ-મનાલી, ધરમશાલા, ડેલહાઉસી, હરીદ્વાર, ઋષિકેશ, નૈનીતાલ, મસુરી, રાનીખેત, ગોવા, મહાબળેશ્વર, લોનાવાલા, ઇમેજીકા, ખંડાલા, પંચગીની, પંચમઢી, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, વીરપુર (પૂ.જલારામબાપા), ખોડલધામ, જુનાગઢ (રોપ-વે), સાસણગીર, દિવ, પરબધામ, તુલસીશ્યામ, બગદાણા, સાળંગપુર (શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ), સ્ટેચ્યુ ઓફ યુનીટી, માધવપુર, પોરબંદર, ઉદયપુર, શ્રીનાથદ્વારા, માઉન્ટ આબુ, જોધપુર, જેસલમેર, કુંબલગઢ, આસામ, મેઘાલય, આંદોલન-નિકોબાર, કેરાલા, વાયનાડ, કસોલ, ચંડીગઢ, અરૂણાચલ પ્રદેશ, ઇગતપુરી, શિરડી, નાસીક, ત્રંબકેશ્વર, સેન્ડ ડયુન્સ, સોહરા, તાવાંગ, દીરાંગ, શીલોંગ, હૈદ્રાબાદ સહિતના સ્થળોએ જવા માટે ઉત્સાહીત છે. પસંદગીના સ્થળોએ જવા માટે ધડાધડ બુકીંગ કરાવી રહયા છે અથવા બુકીંગ માટે છેલ્લી ઘડીની દોડધામ કરી રહયા છે. ઘણા લોકોએ બે મહિના પહેલા પસંદગીની ટ્રેનોનું બુકીંગ ખુલતા જ પોતાની ટીકીટ લઇ લીધી હોય, તેઓ લગેજ પેકીંગમાં પડી ગયા છે. હાલમાં પસંદગીની ટ્રેનો અને બસમાં લાંબુ વેઇટીંગ લીસ્ટ ઓપરેટ થઇ રહયું છે. હજુ મોટા ભાગના રૂટમાં ફલાઇટ ટીકીટ અવેલેબલ હોવાનું જાણવા મળે છે. જો કે દિવસે-દિવસે દિવાળી નજીક આવતા એરફેર પણ ઝડપથી વધતા હોવાનું જોવા મળે છે.
*ફરવા જવા માટે બજારમાં વિવિધ રેઇટના પેકેજીસ પણ હાલમાં મળી રહયા છે. લોકોને પોતાના બજેટ, રજાના દિવસો, જોઇતી ફેસેલીટી-ડીમાન્ડ, ફુડ, સાઇટ સીન્સ સહિતના પરીબળો ધ્યાનમાં રાખીને ટ્રાવેલ પેકેજીસ મળતા હોવાનું રાજકોટના ફેવરીટ ટુર્સના શ્રી દિલીપભાઇ મસરાણી (મો. ૯૮૭૯પ ૪૦૬૩૩), વ્યાસ ટુર્સના જીતુભાઇ વ્યાસ (મો. ૯૮ર૪૩ ૩૦પપપ), સનરાઇઝ ટુર્સના સમીરભાઇ કારીયા (મો. ૯૮રપ૩ ૭૭૭૦૪) સહિતના અગ્રણી ટ્રાવેલ એજન્ટસ જણાવી રહયા છે. આ દિવાળી ઉપર ગ્રુપ સર્કલ સાથે સ્કેટર્ડ ડેસ્ટીનેશન્સ વધુ ચાલ્યા છે. ઘણી વખત ગ્રુપ સર્કલના આઠ-દસ સભ્યો રેગ્યુલર ડેસ્ટીનેશન કરતા કોઇ નવા જ ડેસ્ટીનેશન્સની ડીમાન્ડ મુકતા હોય છે. અમુક જ સીઝનમાં ચાલતા ડેસ્ટીનેશન્સની દિવાળી સહિતની રજાઓમાં રૂટીન સ્કેટર્ડ ડેસ્ટીનેશન્સ તરીકે ડીમાન્ડ સહેલાણીઓ દ્વારા થતી જોવા મળે છે.
જો કે ગત વર્ષ કરતા આ દિવાળી ઉપર પ્રમાણમાં ઓછો ટ્રાફીક હોવાનું ટ્રાવેલ એજન્ટસ કહી રહયા છે. ધારણા મુજબ બુકીંગ મળ્યા ન હોવાનું જાણવા મળે છે. યુધ્ધને કારણે ઇન્ટરનેશનલ ટુરીઝમ ઓછુ જોવા મળી રહયું છે. જો કે ડોમેસ્ટીકમાં છેલ્લા દિવસોમાં ટ્રાફીક વધવાની પ્રબળ આશા સેવાઇ રહી છે. મેક માય ટ્રીપ સહિતના પ્લેટફોર્મ ઉપર ઓનલાઇન બુકીંગમાં પણ જબરો વધારો થયો હોવાનું જોવા મળે છે. ઘણા પેકેજીસમાં તો ડીસ્કાઉન્ટ પણ ઓફર થઇ રહયું છે.
ટ્રાવેલ બજારમાં ઓવરઓલ ઓછો ટ્રાફીક હોવાના કારણોમાં જીયો પોલીટીકલ કન્ડીશન-યુધ્ધ, એરફેર તથા ફયુઅલ ચાર્જમાં વધારો, મોંઘવારી, હોટલ સહીતના પેકેજની કિંમતમાં વધારો, ફલાઇટની અનિયમિતતા તથા ઘણી જગ્યાએ એરસ્પેસ બંધ હોવા, ઉંચો યુ.એસ.ડોલર, વરસાદની ખેંચ, માર્કેટમાં લીકવીડીટીનો અભાવ, તહેવારો દરમ્યાન અણધાર્યો ભાવવધારો વિગેરેનો ઉલ્લેખ ટ્રાવેલ એજન્ટસ કરી રહયા છે. આ દિવાળી ઉપર ભારતમાં અયોધ્યા-વારાણસી સહિતના રીલીજીયસ પેકેજીસ વધુ ચાલ્યા હોવાનું જાણવા મળે છે. ટ્રાવેલ માર્કેટમાં દિવાળીને અનુલક્ષીને ઉપલબ્ધ વિવિધ ડોમેસ્ટીક પેકેજીસ ઉપર એક નજર કરીએ તો...
*કેરાલાના પેકેજની વાત કરીએ તો ફોર સ્ટાર હોટલ સાથેના ૬ રાત્રી અને ૭ રાત્રીના બાય એર એકસ અમદાવાદ પ્રતિ વ્યકિત ૬પ હજારથી ૭પ હજાર સુધીના પેકેજ બુક થયા છે. જેમાં કોચીન, મુન્નાર, ઠેકડી, કુમારાકોમ, કોવાલમ, વોટરફોલ, એલપ્પીનો સમાવેશ થાય છે.
*આ દિવાળી ઉપર સાઉથ ઇન્ડીયા જવા વાળા સહેલાણીઓની વાત કરીએ તો ટ્રેડીશનલ સાઉથ તરીકે બેંગ્લોર, મૈસુર, ઉંટી, કોડાઇ કેનાલના ૮ રાત્રી ૯ દિવસના એકસ અમદાવાદ બાય એર પેકેજ પ્રતિ વ્યકિત ૭૦ હજાર રૂપીયા આસપાસ બુક થયા છે.
ઉપરાંત કુર્ગ-કબિની-બેંગ્લોર-મૈસુરના ૭ રાત્રી ૮ દિવસના એકસ અમદાવાદ બાય એર પેકેજ પ્રતિ વ્યકિત ૭૦ હજાર રૂપીયા આસપાસ સેલ થઇ રહયા છે. વાયનાડ પણ એડ કરી શકાય છે.
*હિમાચલ પ્રદેશ પણ આ દિવાળી ઉપર સારૂ એવુ ડીમાન્ડેબલ છે. સિમલા-મનાલી- ધરમશાલા- ડેલ હાઉસીના ૯ રાત્રીના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત પપ હજારથી ૬૦ હજાર રૂપીયા આસપાસ મળી રહયા છે. આમા કસોલ પણ ઉમેરી શકાય છે.
સાથે સાથે કાશ્મીરના ૬ રાત્રી ૭ દિવસના પેકેજ પણ વધુ ચાલ્યા છે. જેમાં શ્રીનગર, ગુલમર્ગ, પહેલગામનો સમાવેશ થાય છે. એકસ અમદાવાદ પ્રતિ વ્યકિત ૬પ હજાર રૂપીયા આસપાસ કિંમત સંભળાઇ રહી છે. દિવાળીના તહેવારો હોય ૬ નવેમ્બર ર૦ર૬ થી ૧૦ નવેમ્બર ર૦ર૬ દરમ્યાન એરફેર વધુ જોવા મળે છે.
*અમુક નવા ડેસ્ટીનેશન્સ તરીકે લોકો અરૂણાચલ પ્રદેશના તાવાંગ અને દીરાંગ પણ લઇ રહયા છે. અહીંના ૬ રાત્રી ૭ દિવસના એકસ અમદાવાદ બાય એર પેકેજ પ્રતિ વ્યકિત ૬૦ થી ૭૦ હજાર રૂપીયા આસપાસ પસંદગી પામી રહયા છે. અરૂણાચલ પ્રદેશમાં પ્રમાણમાં હોટલો ઓછી હોવાનું જાણવા મળે છે.
ઉપરાંત મેઘાલયના ગુવાહાટી, શીલોંગ, સોહરા, દાઉકી સાથેના થ્રી સ્ટાર હોટલના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત ૭૦ હજારથી ૭પ હજાર સુધીના એડવાન્સ બુક થયા હોવાનું જાણવા મળે છે.
*એવરગ્રીન ગણાતુ રાજસ્થાન આ વખતે પણ સારૂ ચાલ્યું છે. અહી અલગ-અલગ પેકેજ જોવા મળે છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી લોકો પોતાની કાર લઇને રાજસ્થાનના વિવિધ ડેસ્ટીનેશન્સ ઉપર જઇને રજાઓને યાદગાર બનાવી શકે છે. ઉદયપુર, કુંબલગઢ, માઉન્ટ આબુ, શ્રીનાથદ્વારા, જેસલમેર, જોધપુરના થ્રી સ્ટાર-ફોર / ફોર સ્ટાર હોટલ સાથેના ૭ રાત્રી ૮ દિવસના પેકેજ પ્રતિ વ્યકિત ૩૦ હજારથી ૪૦ હજાર રૂપીયા સુધીમાં ચપોચપ વેચાઇ રહયા છે. લોકો માત્ર આબુ કે પછી ઉદયપુરમાં પણ ર રાત્રી માટે થ્રી સ્ટાર હોટલના પેકેજ લઇ રહયા છે.
રાજસ્થાન સહેલાણીઓ માટે હોટ ફેવરીટ ગણાઇ રહયું છે. અહી રણની વચ્ચે સ્વીમીંગ પુલ સાથેના ‘સેન્ડ ડયુન્સ' લકઝરીયસ ટેન્ટ પણ આકર્ષણનું કેન્દ્ર છે. લોકો જોધપુરથી આવીને આ ટેન્ટમાં રોકાય છે. જયાં તેમનું રાજસ્થાની ડાન્સથી વોર્મ વેલકમીંગ કરવામાં આવે છે. કેમલ રાઇડ દ્વારા સનસેટ પોઇન્ટ જોઇને સ્વાદિષ્ટ રાજસ્થાની ફુડ તથા વોર્મ વેલ કમીંગ સાથે ડાન્સનો આનંદ માણી શકાય છે. ‘સેન્ડ ડયુન્સ' સાથે જોધપુર, જેસલમેરનો બ્રેક ફાસ્ટ-ડીનર સાથેનો પ રાત્રીનો પેકેજ પ્રતિ વ્યકિત ૩ર હજાર રૂપીયા આસપાસ સેલ થઇ રહયો છે. અહીં પોતાની સેલ્ફ કાર લઇને જઇ શકાય છે.
*સૌરાષ્ટ્ર-ગુજરાતથી લોકો દિવાળી ઉપર મહારાષ્ટ્ર પણ જઇ રહયા છે. જયાના લોનાવાલા, મહાબળેશ્વર, ઇમેજીકા, ઇગલપુરી, ખંડાલા, પંચગીનીના ૭ રાત્રી ૮ દિવસના એકસ મુંબઇ પેકેજ પ્રતિ વ્યકિત ૩પ હજાર રૂપીયા આસપાસ બુક થઇ રહયા છે. અહી પોતાની કાર મારફત જઇ શકાય છે.
*ઉતરાખંડ પણ સારો એવો ટ્રાફીક જોવા મળે છે. અહીના હરીદ્વાર, ઋષિકેશ, નૈનીતાલ, મસુરી, રાનીખેતના ૮ રાત્રી ૯ દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત ૭ર હજાર આસપાસ ટ્રાવેલ માર્કેટમાં મુકાયા છે. અહીના પ રાત્રી ૬ દિવસના પેકેજ પણ પ્રતિ વ્યકિત ૪૦ હજાર રૂપીયા આસપાસ સાંભળવા મળે છે. જેમાં અમદાવાદથી બાયએર દહેરાદુન અને ત્યાર બાદ હરીદ્વાર, ઋષિકેશ, મસુરીનો સમાવેશ થાય છે. હોટલ થ્રી સ્ટાર/ફોર સ્ટાર હોઇ શકે છે.
*નાના-મોટા સૌનુ જાણીતુ અને માનીતુ ગોવા જવા માટે પણ પ્રવાસીઓ દિવાળી દરમ્યાન પ્લાન કરી રહયા છે. ત્રણથી ચાર રાત્રીના ફોર સ્ટાર હોટલ સાથેના એકસ અમદાવાદ પેકેજ ૪૦ હજારથી ૪પ હજાર રૂપીયા સુધીમાં પ્રિફર થઇ રહયા હોવાનું જાણવા મળે છે.
*સમગ્ર વિશ્વના પ્રવાસીઓમાં આકર્ષણ જગાવનાર ગુજરાતની આન, બાન અને શાન ગણાતા સ્ટેચ્યુ ઓફ યુનીટી જવા માટે પણ જબ્બર ટ્રાફીક રહેતો હોય છે. અહી વિવિધ સ્ટાર કેટેગરી સાથેના બ્રેકફાસ્ટ, લંચ, ડીનર સાથેના એક રાત્રીના કપલદીઠ પેકેજ દસ હજાર રૂપીયાથી ત્રીસ હજાર રૂપીયા સુધી બુક થઇ રહયા છે. સ્ટેચ્યુ ઓફ યુનીટી જવા માટે ઓનલાઇન બુકીંગ પણ થઇ શકે છે. નર્મદા નદી, સરદાર સરોવર ડેમ, આકર્ષક ગાર્ડન, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સહિતનો અદભુત નઝારો જોવા મળે છે.
*સૌરાષ્ટ્રમાં એવરગ્રીન ગણાતો રૂટ એટલે રાજકોટ, વીરપુર (પૂ.જલારામ બાપા), ખોડલધામ, જુનાગઢ-ગીરનાર (રોપ-વે), સાસણગીર અને સોમનાથ અહી પોતાની કાર લઇને કે ગ્રુપ સર્કલમાં પ્રાઇવેટ વ્હીકલ લઇને અનુકુળતા મુજબ રજાનો આનંદ લઇ શકાય છે. સાસણમાં કેટેગરી વાઇઝ હોટલ-રીસોર્ટમાં બ્રેકફાસ્ટ લંચ, ડીનર સાથે એક રાત્રીના કપલદીઠ ૬ હજારથી ૧૦ હજાર રૂપીયા સુધીના બુકીંગ થઇ રહયા છે. અહી વ્યકિતઓની સંખ્યા અને બુકીંગ ડેઇટ ઉપર કિંમતમાં વધઘટ પણ શકય છે. વિવિધ હોટલ-રીસોટમાં ઓનલાઇન બુકીંગ પણ શકય છે. ઓનલાઇન ડીસ્કાઉન્ટ પણ શકય છે. ઘણી વખત ઓનલાઇન ડીસ્કાઉન્ટની ઓફર સંદર્ભે ઓનલાઇન ફ્રોડ બાબતે સતર્ક રહેવુ જરૂરી છે.
સૌરાષ્ટ્રમાં લોકો માધવપુર, પોરબંદર, ચોરવાડ-હોલીડે કેમ્પ અને દ્વારકાનો રૂટ પણ લઇ રહયા છે. સરસ મજાના ક્રોસ્ટલ હાઇવે ઉપરથી પોરબંદર થઇને દ્વારકા પહોંચી શકાય છે. દ્વારકાધીશના દર્શન, નાગેશ્વર જયોતીર્લીંગ, રમણીય શીવરાજપુર બીચ, બેટ દ્વારકા, સહીતના સ્થળોએ જવાનો લ્હાવો લઇ શકાય છે.
*ગુજરાતમાં કચ્છ, અમદાવાદ, આણંદ, રાજકોટ સહિતના વિસ્તારમાં આજુબાજના સ્થળોએ લકઝરીયસ રીસોર્ટની ડીમાન્ડ પણ ખુબ વધી ગઇ છે. બ્રેકફાસ્ટ, લંચ, ડીનર સાથેના એક રાત્રીના કપલદીઠ બાર હજારથી ત્રીસ હજાર રૂપીયા સુધીના આકર્ષક પેકેજ વિવિધ રીસોર્ટસ માટે ઉપલબ્ધ છે. તમામ જગ્યાએ ઓનલાઇન બુકીંગ પણ થઇ શકે છે.
*સહેલાણીઓ આંદામાન-નિકોબાર પણ જઇ રહયા છે. અહી ૬ રાત્રીના થ્રી સ્ટાર હોટલ સાથેના પેકેજ પ્રતિ વ્યકિત ૬પ હજાર રૂપીયા આસપા બુક થઇ રહયા છે. ચેન્નાઇ થી પોર્ટબ્લેર
બાયખેર અંદાજે ૧પ હજાર રૂપિયા જેટલું એરફેર થાય છે. અમદાવાદથી મદ્રાસ (ચેન્નાઇ) એડ કરી શકાય છે, જે અલગથી રહેતુ હોય છે. ખાસ કરીને એલ.આઇ.સી. તથા બેન્ક કર્મચારીઓ આંદામાન-નિકોબારને વધુ પ્રિફર કરતા હોવાનું જાણવા મળે છે.
(અહીં આપેલા ડોમેસ્ટીક ઇન્ટર નેશનલ તમામ પેકેજોની કિંમતમાં સંજોગોવસ્તાત કે પછી રજાનો દિવસો, તારીખ, હોટલ કેટેગરી, ફૂડ સાઇટસીન્સ, વેહીકલ ટિકિટ, હોટલ ટ્રાન્સફર, ફયુઅલ ચાર્જ સહિતના કારણોને લીધે ફેરફાર શકય છે. જેથી બુકીંગ કરાવતા પહેલા લેટેસ્ટ ઇન્ફર્મેશન-અપડેટસ માટે રૂબરૂ, ફોન દ્વારા, ઇન્ટરનેટ દ્વારા, ટ્રાવેલ એજન્ટસ દ્વારા કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા સંપૂર્ણ માહિતી મેળવવી હિતાવહ છે. ત્યારબાદ કન્ફર્મ બુકીંગ કરાવવું જોઇએ કે જેથી રજાઓનો સાચો આનંદ માણી શકાય).
ફોરેન ટૂરના વિવિધ પેકેજીસ
દિવાળી દરમ્યાન અબ્રોડ ફલાય કરવાવાળા સહેલાણીઓની વાત કરીએ તો આ વખતે વિયેટનામ જવાનો ક્રેઝ ઘણો વધ્યો છે. વિયેટનામ હોટકેક સાબિત થઇ રહ્યું છે. ૮ રાત્રી ૯ દિવસના એકસ અમદાવાદ પ્રતિ વ્યકિત એક લાખ સાઇઠ હજારથી એક લાખ સીતેર હજાર રૂપિયા આસપાસ ઝડપથી ખપી રહ્યા છે. આ પેકેજમાં હનોઇ, દાનાંગ ફૂકોક, હાલોંગ બે ક્રુઝ, સહિતના આકર્ષણ ઇન્કલુડ છે. બ્રેક ફાસ્ટ અને ડીનર સાથેની પ્રાઇસ જોવા મળે છે.
* ઉપરાંત દિવાળી દરમ્યાન ફોરેજ ટૂરમાં હોંગકોંગ, મકાઉ, સેન્ઝેનના ૭ રાત્રી ૮ દિવસના એકસ અમદાવાદ પેકેજ પણ સારા ચાલ્યા છે. આ પેકેજનું પ્રતિ વ્યકિત એક લાખ એસી હજાર રૂપિયા આસપાસ કોસ્ટીંગ આવી રહ્યું છે.
સાથે સાથે-સહેલાણીઓ, જયોર્જીયા, જવા માટેના ૬ રાત્રી ૭ દિવસના એકસ અમદાવાદ પેકેજ પણ એક લાખ ચાલીસ હજાર રૂપિયા આસપાસ પસંદ કરી રહ્યા છે.
* દર વર્ષે ધ મોસ્ટ એટ્રકટીવ ડેસ્ટીનેશનલ તરીકે ઉભરી આવતુ એવરગ્રીન દુબઇ આ વખતે પ્રમાણમાં ઘણું ઓછું ચાલ્યુ છે. અહીં યુધ્ધના ઓછાયા વચ્ચે લોકો વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યા છે. જો કે યુધ્ધને કારણે ઓવરઓલ આ વખતે ઇન્ટરનેશનલ ટુરીઝમ ઓછું જોવા મળે છે. દુબઇના ૬ રાત્રી ૭ દિવસના અબુધાબી સાથેના એકસ અમદાવાદ પેકેજ પ્રતિવ્યકિત એક લાખ પંદર હજારથી એક લાખ વીસ હજાર રૂપિયા આસપાસ મળી રહ્યા છે.
હાલમાં અમદાવાદથી દુબઇની ફલાઇટ ફ્રીકવન્સી ઘટી ગઇ છે જેને કારણે પણ એરટીકીટમાં વધારો થયો હોવાનું જાણવા મળે છે. ઉપરાંત દુબઇ સહિતની ઘણી ઇન્ટરનેશનલ ૬ ટુરમાં ફાયનાન્સીયલ અને મોનિટરીંગ પ્રોબ્લેમ્સની શકયતા જોવાઇ રહી છે.
*વર્ષોથી સહેલાણીઓની પ્રાયોરીટી રહેલા ડેસ્ટીનેશન્સ સિંગાપુર, મલેશીયા, વીથ ક્રુઝ આ વખતે પણ વધુ પસંદ થઇ રહ્યા છે. ૮ રાત્રી તથા ૯ રાત્રી સાથેના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત દોઢથી પોણા બે લાખ રૂપિયા આસપાસ ફટાફટ સેલ થઇ રહ્યા છે. ઘણાં ગુજરાતીઓ એકસ મુંબઇ પેકેજ પણ લઇ રહ્યા છે.
*થાઇલેન્ડમાં આ વખતે વરસાદ વધુ જોવા મળ્યો છે અને સાથે સાથે ત્યાંનો એરાઇવલ ડીપાર્ટચર ટેકસ પણ વધી ગયો છે, ૧પ૦૦ બાથ થઇ ગયો છે. જેને કારણે થાઇલેન્ડ જવામાં થોડો ઘટાડો થયો છે.
છતાં પણ થાઇલેન્ડના બેંગકોક, ફૂકેટ (ફૂકેત), ક્રાબીના ૬ રાત્રી તથા ૭ રાત્રીના ફેમિલી પેકેજ એકસ અમદાવાદ, એક લાખ વીસ હજાર રૂપિયા આસપાસ જોવા મળી રહ્યા છે. ફૂકેટ-ક્રાબી ફેમિલી ડેસ્ટીનેશન્સ તરીકે ઉભરી આવ્યા છે.
*આ વખતે શ્રીલંકા પ્રમાણમાં ઓછું ચાલ્યું છે. અહીંના કોલંબો, કેન્ડી, બેન્ટોટા સાથેના ૬ રાત્રી ૭ દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત એક લાખ રૂપિયા આસપાસ બુકીંગ થયા હોવાનું જાણવા મળે છે. ઘણાં કિસ્સામાં ગ્રૃપ ડીસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. ઘણા લોકોને ભારતનું કેરાલા અને શ્રીલંકા સરખા લાગી રહ્યા છે. જેને કારણે તેઓ કેરાલા વધુ પ્રીફર કરી રહ્યાનું સાંભળવવા મળે છે. માલદિવ્ઝમાં આ વખતે ફેમિલી ટ્રાફીક તથા જોવા મળતો. ઘણા કિસ્સામાં હનીમુનર્સ જોવા મળી રહ્યા છે.
*દિવાળી દરમ્યાન ફરવાના શોખીન લોકો અઝરબાયજાન (બાકુ) જવા માટે પણ તૈયારી કરી રહ્યા છે. અહીંના ૬ રાત્રી ૭ દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિવ્યકિત એક લાખ ચાલીસ હજાર રૂપિયા આસપાસ બુક થયા હોવાનું ટ્રાવેલસ એજન્ટસ કહી રહ્યા છે. બાકુ, શાહદાગ, ગબાલા સહિતના સ્થળો સામેલ છે. સાઇટ સીન્સમાં બરફ સાથેનું કુદરતી સૌંદર્ય માણી શકાય છે. અહીંની નાઇટલાઇફની ચર્ચા પણ સાંભળવા મળે છે.
*આ દિવાળી ઉપર સહેલાણીઓ તુર્કી (ટર્કી) પણ જતા હોવાનું જાણવા મળે છે. ૮ રાત્રી ૯ દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત બે લાખ ત્રીસ હજાર રૂપિયા આસપાસ બુક થયા હોવાનું ટ્રાવેલસ માર્કેટમાંથી જાણવા મળે છે. આમાં એન્ટાલીયા, કાપાડોશીયા, ઇસ્તંબુલ, કુશાડાસી સહિતના સ્થળો સામેલ છે. અહીં રમણિય બીચ, વોટર સ્પોર્ટસ બલૂનની સાથે સાથે હીસ્ટોટીકલ મોન્યુમેન્ટસ અને જીવનશૈલી પણ જોવા મળે છે. એન્ડ ટાઇમમાં અહીંનું એરફેર વધુ જોવા મળે છે. જો કે અહીં જવા માટે ત્રણેક મહિલા પહેલા બુકિંગ કરાવવું હિતાવહ છે.
તો ચાલો, થઇ જાવ તૈયાર, દિવાળીની રજાઓ આપ સૌની રાહ જોઇ રહી છે. આખું વર્ષ સ્વમાન સાથે સતત તનતોડ મહેનત કરીને સમગ્ર વિશ્વને એક નવો રાહ ચીંધનાર ગુજરાતીઓ સૌરાષ્ટ્રવાસીઓ દુનિયાના કોઇપણ ખૂણે પોતાની સુવાસ ફેલાવતા જ હોય છે. તહેવારોમાં વિવિધ જગ્યાએ મોજથી ફરવા પણ નીકળી પડે છે.
સૌ કોઇ માટે દિવાળીના તહેવારો અને રજાઓ શુભ રહે તેવી સૌને અકિલા પરિવાર તરફથી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ સાથે સાથે સૌને નવુ વર્ષ સુખ શાંતિ સમૃધ્ધિ કિર્તી ઐશ્વર્ય અર્પે તેવી ઇશ્વર પાસે પ્રાર્થના જયશ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત.
જ્જબેંગ્લોર, મૈસુર, ઉંટી, કોડાઇ કેનાલ, કુર્ગ, કબિની, કાશ્મીર, સિમલા-કુલુ-મનાલી-ધરમશાલા-ડેલહાઉસી, હરીદ્વાર, ઋષિકેશ, નૈનિતાલ, મસૂરી, રાનીખેત, ગોવા, મહાબળેશ્વર, લોનાવાલા, ઇમેજિકા, સોમનાથ, દ્વારકા, નાગેશ્વર, વીરપુર, ખોડલધામ, જૂનાગઢ, સાસણગીર, દિવ, પરબધામ, તલુસીશ્યામ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, માધવપુર, પોરબંદર, ઉદયપુર, શ્રીનાથદ્વારા, માઉન્ટ આબુ, જોધપુર, જેસલમેર, કુંબલગઢ, આસામ, મેઘાલય, આંદામાન-નિકોબાર, કેરાલા, વાયનાડ, કસોલ, ચંડીગઢ, અરૂણાચલ પ્રદેશ, ઇગતપુરી, ખંડાલા, શિરડી, નાસિક, ત્રંબકેશ્વર, સેન્ડ ડયુન્સ, સોહરા, તાવાંગ, દીરાંગ, શીલોંગ સહિતની જગ્યાએ જવા માટે લોકો ઉત્સુક : અયોધ્યા- વારાણસી સહિતના રીલીજીયસ ડેસ્ટીનેશન્સ ઉપર ધસારો જ્જફોરેન ટુરમાં દિવાળી દરમ્યાન વિયેટનામ જવાનો ક્રેઝ વધ્યો : સિંગાપુર મલેશીયા-ક્રુઝ એવરગ્રીન સાબિત થઇ રહ્યા છે. જ્જથાઇલેન્ડના બેંગકોક-ફુકેત-ક્રાબી ફેમિલી ડેસ્ટીનેશન્સ તરીકે ઉભરી આવ્યા : થાઇલેન્ડમાં વધુ વરસાદ તથા એરાઇવલ -ડીપાર્ચર ટેકસમાં વધારો થતાં લોકો વિચારતા થયા : દુબઇ માટે ફલાઇટ ફ્રીકવન્સી ઘટતા એરટિકીટ મોંધી થઇ ગઇ : વેઇટ એન્ડ વોચની નીતિ જ્જદિવાળી દરમ્યાન અબ્રોડ ફલાય કરવાવાળા સહેલાણીઓ હોંગકોંગ, મકાઉ, સેન્ઝેન, જયોર્જીયા, અઝરબાયજાન, તુર્કી, બાલી, શ્રીલંકા ઉપર પણ પોતાની પસંદગી ઉતારી રહ્યા છે. જ્જઆ દિવાળી ઉપર ગ્રૃપ-સર્કલ સાથે સ્કેટર્ડ ડેસ્ટીનેશન્સ વધુ ચાલ્યા છે : ગત વર્ષ કરતા ઓવરઓલ ટ્રાફિક ઓછો છે : ધારણા મુજબ બુકીંગ નથી : મોટાભાગના રૂટમાં ફલાઇટ ટિકીટ અવલેબલ : પસંગીની ટ્રેનો - બસ હાઉસફુલઃ યુધ્ધને કારણે ઇન્ટરનેશનલ ટુરીઝમ ઓછું : છેલ્લા દિવસોમાં ટ્રાફિક વધશે જ્જ જીયો પોલિટીકલ કન્ડીશન, યુધ્ધ, એરફેર તથા ફયુઅલ ચાર્જમાં વધારો, ફલાઇટની અનિયમિતતા તથા બંધ એરસ્પેસ, મોંઘો યુ.એસ. ડોલર, વરસાદની ખેંચ, માર્કેટમાં લિકવીડીટીનો અભાવ સહિતના કારણોથી ટ્રાવેલ બજાર પ્રભાવિત જ્જબજારમાં વિવિધ રેઇટસના પેકેજીસ ઉપલબ્ધ : ઓનલાઇન બુકીંગમાં પણ જબરો વધારોઃ ઘણાં પેકેજીસમાં ડીસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ
સવારે ચા સાંજે અકિલા
આ કાપલી સાચવી રાખો
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
