તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
વિશ્વના રેલવે ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી ભયાનક અને અકલ્પનીય ધડાકો: દક્ષિણ આફ્રિકામાં એકસાથે ૬૯૬ ડબ્બા સાથે દોડી દુનિયાની સૌથી લાંબી ટ્રેન:સર્જાયો અદ્ભુત વર્લ્ડ રેકોર્ડ
કિલોમીટરો લાંબી નાગણની જેમ દોડતી લોખંડી ટ્રેનનો મહાકાય નજારો જોઈને આખી દુનિયાના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:વૈશ્વિક રેલવે ક્ષેત્રે અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ જાય તેવો એક અત્યંત સનસનાટીભર્યો, ચોંકાવનારો અને રોમાંચક સ્ફોટક પર્દાફાશ સામે આવ્યો છે. દક્ષિણ આફ્રિકાના રેલવે વિભાગે તમામ કલ્પનાઓની સીમાઓ વટાવીને એક જ ટ્રેનમાં એકસાથે ૬૯૬ માલવાહક ડબ્બા (વેગન) જોડીને આખી પૃથ્વી પરની સૌથી લાંબી માલગાડી દોડાવવાનો અવિશ્વસનીય અને અકલ્પનીય વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
7.6 કિલોમીટર લાંબી માલગાડીને દોડાવવી સરળ નહોતી. આટલી લાંબી ટ્રેનને ખેંચવા માટે તેની વચ્ચે અનેક ઇલેક્ટ્રિક અને ડીઝલ એન્જિન લગાવવામાં આવ્યાં હતાં. આ વ્યવસ્થા દ્વારા ટ્રેનને લાંબા અંતર સુધી લઈ જવાની ક્ષમતા ચકાસવામાં આવી હતી.
અહેવાલ મુજબ, આ માલગાડીએ દરિયાકાંઠે આવેલા સલદાન્હા બે (Saldanha Bay)થી લોખંડની ખાણ સુધીની સફર પૂરી કરી હતી. ખાલી ડબ્બા સાથેની આ ટ્રેને 860 કિલોમીટરનું અંતર કાપવામાં બે દિવસનો સમય લીધો હતો. આટલી લાંબી માલગાડીને એકસાથે ચલાવવી અને લાંબા અંતર સુધી લઈ જવી એ રેલવેની પરિવહન ક્ષમતાની મહત્ત્વપૂર્ણ કસોટી હતી.
આ પહેલાં દુનિયાની સૌથી લાંબી માલગાડી દોડાવવાનો રેકોર્ડ ઑસ્ટ્રેલિયાના નામે હતો. વર્ષ 2001માં ઑસ્ટ્રેલિયાએ 7.24 કિલોમીટર લાંબી માલગાડી દોડાવી હતી. હવે દક્ષિણ આફ્રિકાએ 7.6 કિલોમીટર લાંબી માલગાડી દોડાવીને આ રેકોર્ડ તોડી નાખ્યો છે. 696 ડબ્બા અને અનેક એન્જિન સાથે દોડેલી આ માલગાડીએ રેલવે પરિવહનના ક્ષેત્રમાં નવો માપદંડ સ્થાપિત કર્યો છે. આ સફળ પરીક્ષણથી ભારે માલસામાનના પરિવહન માટે લાંબી માલગાડીઓની ક્ષમતા ચકાસવાનો માર્ગ વધુ મજબૂત બન્યો છે.
(5:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
