<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

ઇઝરાયેલમાં સત્તાની મહાલડાઈ : નેતન્યાહુ સામે પૂર્વ લશ્કરી વડા ગાડી આઇઝનકોટનો પડકાર, પરિણામ પહેલાં જ પરાજયની ચર્ચા: ૧૨૦ સભ્યોની સંસદમાં બહુમતી માટે ૬૧ બેઠકો જરૂરી

મતદાન પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલની તૈયારી, સત્તાવાર પરિણામ માટે રાહ જોવી પડશે: સોશિયલ મીડિયામાં નેતન્યાહુના સમર્થક પક્ષોને ૫૩ અને આઇઝનકોટ સમર્થક જૂથને ૬૭ બેઠકો મળ્યાના બિન સત્તાવાર દાવા વહેતા થયા

જેરુસલેમ  : ઇઝરાયેલમાં આજે મંગળવારે યોજાયેલી સંસદીય ચૂંટણીમાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના રાજકીય ભવિષ્યનો નિર્ણય થવાનો છે. બીજી તરફ પૂર્વ લશ્કરી વડા ગાડી આઇઝનકોટના નેતૃત્વમાં વિરોધી પક્ષો સત્તાપરિવર્તન માટે મેદાનમાં ઊતર્યા છે.

 

ઇઝરાયેલની સંસદ નેસેટમાં કુલ ૧૨૦ બેઠકો છે અને સરકાર બનાવવા માટે ઓછામાં ઓછા ૬૧ સભ્યોનું સમર્થન જરૂરી છે. ગાઝા યુદ્ધ, ઈરાન સાથેનો સંઘર્ષ, રાષ્ટ્રીય સુરક્ષા અને સરકાર સામેનો અસંતોષ આ ચૂંટણીના મહત્ત્વના મુદ્દા બન્યા છે.

 

આ દરમિયાન સામાજિક માધ્યમોમાં નેતન્યાહુના સમર્થક પક્ષોને ૫૩ અને આઇઝનકોટ સમર્થક જૂથને ૬૭ બેઠકો મળ્યાના દાવા વહેતા થયા છે. જોકે આ આંકડાઓને સત્તાવાર ચૂંટણી પરિણામ ગણાવી શકાય નહીં.

 

રોઇટર્સ અને એસોસિયેટેડ પ્રેસના અહેવાલ મુજબ ઇઝરાયેલના સ્થાનિક સમય પ્રમાણે સ્થાનિક સમય પ્રમાણે આજે રાત્રે ૧૦ વાગ્યે મતદાન પૂર્ણ થયા પછી એક્ઝિટ પોલ જાહેર થવાના છે. મતગણતરીની અંતિમ સ્થિતિ આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

 

 

ચૂંટણીમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં મળે તો નાના પક્ષોનું સમર્થન મેળવવા માટે ગઠબંધનની કવાયત શરૂ થઈ શકે છે. રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ સરકાર રચવાની સૌથી વધુ શક્યતા ધરાવતા નેતાને આમંત્રણ આપશે. 

(10:40 PM IST)