તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
ધ્રોલના લૈયારામાંથી બાઈક ચોરીનો ભેદ ઉકેલાયોઃ બે શખ્સો ઝડપાયા
ચોરીના બાઈક સહિત બે મોટરસાઇકલ અને બે મોબાઇલ મળી રૂ.૫૫ હજારનો મુદ્દામાલ કબજે કરતી ધ્રોલ પોલીસ

(સંજય ડાંગર-મુકુંદ બદિયાણી દ્વારા) ધ્રોલ-જામનગર,તા.૨૮: ધ્રોલ તાલુકાના લૈયારા ગામે ઘર બહારથી મોટરસાઇકલની ચોરીના બનાવનો ભેદ ઉકેલી ધ્રોલ પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે ચોરીમાં ગયેલું મોટરસાઇકલ, ગુનામાં ઉપયોગમાં લેવાયેલું અન્ય મોટરસાઇકલ અને બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ. ૫૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
લૈયારા ગામે ફરિયાદીના ઘરની બહાર પાર્ક કરેલું હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ (રજિ. નં. GJ-10-CJ-6096), જેની કિમત રૂ. ૨૫ હજાર હતી, તે તા. ૨૫ ઓક્ટોબરની સાંજથી તા. ૨૬ ઓક્ટોબરની સવાર દરમિયાન અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. આ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ અધિકારીઓની સૂચના અને ધ્રોલ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન. ખાચરના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિગમાં હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ચોરીના મોટરસાઇકલ સાથે બે શખ્સો ધ્રોલ શહેરમાં સરકારી હોસ્પિટલ પાસેથી પસાર થવાના છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બંને શખ્સોને બે મોટરસાઇકલ સાથે અટકાવી પૂછપરછ કરતાં એક મોટરસાઇકલ લૈયારામાંથી ચોરી કર્યાની અને બીજા મોટરસાઇકલનો ચોરીમાં ઉપયોગ કર્યો હોવાની કબૂલાત આપી હતી.
પોલીસે ગોવિદભાઈ ભીખુભાઈ માવી (ઉં.વ. ૨૫) અને નરેન્દ્રકુમાર ઉર્ફે મેંદાભાઈ દિનેશભાઈ ચૌહાણ (ઉં.વ. ૧૯)ની ધરપકડ કરી છે. બંને આરોપીઓ મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રહેવાસી છે અને હાલ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે આરોપીઓ પાસેથી હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ કિમત રૂ. ૨૫ હજાર, હીરો પેશન મોટરસાઇકલ કિમત રૂ. ૨૦ હજાર અને બે મોબાઇલ ફોન કિમત રૂ. ૧૦ હજાર મળી કુલ રૂ. ૫૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ કામગીરી ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન. ખાચરના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ મકવાણા, હરદેવસિહ જાડેજા, કલ્પેશભાઈ કામરિયા, સંજયભાઈ સોલંકી તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરસિહ જાડેજા અને નાગજીભાઈ ગમારા સહિતની ટીમે કરી હતી.
(9:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
