તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
વિદ્યાર્થીનીની છેડતી મામલે પાટણની પોક્સો કોર્ટે શિક્ષકને 4 વર્ષની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો
પેપર ચેક કરવાના બહાને ઘરે બોલાવી એકલતાનો લાભ લઈને શિક્ષકે છેડતીનો પ્રયાસ કર્યો :

પાટણની પોકસો કોર્ટે શિક્ષકને સજા ફટકારી છે, વિદ્યાર્થીની સાથે છેડતી મામલે શિક્ષકને 4 વર્ષની સજા અને 50 હજારનો દંડ ફટકાર્યો છે . પેપર ચેક કરવાના બહાને વિદ્યાર્થિનીને શિક્ષકના ઘરે બોલાવી હતી, ઘરે બોલાવીને એકલતાનો લાભ લઈ શિક્ષકે વિદ્યાર્થિનીને છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. સતર્કતા દાખવી વિદ્યાર્થીની શિક્ષકની ચુંગાલમાંથી ભાગી ગઈ હતી વિદ્યાર્થીની તેની મિત્રના ફોનથી માતા પિતાને જાણ કરી હતી. આ મામલે B ડિવિઝન પોલીસ મથકે પોક્સો હેઠળ ફરિયાદ નોંધી હતી. આરોપી શિક્ષક રણજીત ચૌધરીને પોક્સો કોર્ટે. ગુરુ અને શિષ્યના સંબંધને ટાંકિને સજા ફટકારી હતી
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
