<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

વિરપુરમાં રિક્ષામાં પાર્સલ ચડાવતી વખતે પટકાતાં માથામાં ઇજાઃ કાનાભાઇનું મોત

૫૧ વર્ષિય રિક્ષાચાલકે રાજકોટમાં સારવારમાં મૃત્‍યુ નિપજ્‍યું

રાજકોટ તા. ૨૮: વિરપુરમાં રિક્ષાચાલક પ્રોૈઢ રિક્ષામાં પાર્સલ ચડાવતાં હતાં તે વખતે બેલેન્‍સ ગુમાવતાં પડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં હેમરેજ થઇ જવાથી મૃત્‍યુ થયું છે.

જાણવા મળ્‍યા મુજબ વિરપુરની જલારામ સોસાયટીમાં રહેતાં કાનાભાઇ ડાયાભાઇ સંખેસરીયા (ઉ.વ.૫૧) ગઇકાલે બપોરે બે વાગ્‍યા આસપાસ જલારામ બાપાના મંદિર નજીક પોતાની રિક્ષામાંથી ચડાવતાં, ઉતારતાં હતાં ત્‍યારે પડીજતાં માથામાં ઇજા થતાં બેભાન થઇ ગયા હતાં.

તેમને સારવાર માટે તુરત જ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન આજે વહેલી સવારે મૃત્‍યુ થયું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે વિરપુર પોલીસને કરી હતી. કાનાભાઇ ત્રણ ભાઇમાં વચેટ હતાં. તે રિક્ષામાં માલસામાનના ફેરા કરી ગુજરાન ચલાવતાં હતાં. બનાવથી પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

(11:10 AM IST)