તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 29th October 2026
મોરબીના વાઘપરા શેરી નં ૧૭ માં કારમાં આગ લાગી, શનાળા રોડ પર કાર ધડાકાભેર વીજપોલ સાથે અથડાઈ.
રહેણાંક વિસ્તારમાં કારમાં આગ લાગતા રહીશોમાં ભયનો માહોલ : અકસ્માત સર્જાતા વીજપોલ નમી ગયો: થોડીવાર માટે ટ્રાફિકજામ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :શહેરના વાઘપરા શેરી નં ૧૭ માં એક કારમાં આગ લાગી હતી કારમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં કાર અગનગોળો બની હતી અને આગને કારણે કાર બળીને ખાખ થવા પામી હતી રહેણાંક વિસ્તારમાં કારમાં આગ લાગતા રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ કારમાં આગ લાગતા વિસ્તારના રહીશોમાં ભયનું લખલખું પસાર થઇ ગયું હતું.
મોરબી શહેરમાં ટ્રાફિકથી ધમધમતા શનાળા રોડ પર એક અકસ્માતની ઘટના સામે આવી છે. શનાળા રોડ પર આવેલા ક્રોમાના શોરૂમ પાસે એક કાર ધડાકાભેર રસ્તા પરના વીજપોલ સાથે અથડાઈ હતી. કાર અથડાતા જ વીજપોલ નમી ગયો હતો અને રસ્તા પર થોડી વાર માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
આ ઘટનાની જાણ થતાં જ મો૨બી ટ્રાફિક પોલીસના પીએસઆઇ ડી.બી. ઠક્કર સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ટ્રાફિક પોલીસે તાકીદે કાર્યવાહી કરી અકસ્માતગ્રસ્ત કારને રસ્તા પરથી દૂર ખસેડી હતી. વીજપોલ નમી ગયો હોવાથી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તાત્કાલિક મહાનગરપાલિકાની ટીમને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે રસ્તા પરનો ટ્રાફિક ક્લિયર કરાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો
(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
