તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
કોચિ મર્સિડીઝ હિટ-એન્ડ-રન કેસમાં મોટો સપાટો: બેદરકારી દાખવતા પોલીસ કમિશનર કાલિરાજ મહેશની હકાલપટ્ટી
એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજના ૧૭ વર્ષના સગીર પુત્રને બચાવવાનો પ્રયાસ ભારે પડ્યો; ૪ પોલીસકર્મીઓ બાદ હવે સિટી પોલીસ ચીફ પર ગાજ પડી.

કોચિ: કેરળના કોચિમાં ચકચાર મચાવનારા હાઇપ્રોફાઇલ મર્સિડીઝ હિટ-એન્ડ-રન અકસ્માત કેસમાં સરકારે આકરી કાર્યવાહી કરીને મોટો ધડાકો કર્યો છે. તપાસમાં બેદરકારી અને મામલાને રફેદફે કરવાના આરોપો વચ્ચે કોચિ સિટી પોલીસ કમિશનર કાલિરાજ મહેશને તેમના હોદ્દા પરથી તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવ્યા છે. આ કેસમાં અગાઉ ૪ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા બાદ હવે ઉચ્ચ અધિકારી પર આકરાં પગલાં લેવાતા પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
શું હતો સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, એક એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજના ૧૭ વર્ષીય સગીર પુત્રે બેફામ ઝડપે મર્સિડીઝ-બેન્ઝ કાર હંકારીને એક સ્કૂટીને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ આરોપી સગીર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાઇપ્રોફાઇલ પરિવાર સાથે સંકળાયેલો મામલો હોવાથી પોલીસ શરૂઆતથી જ આરોપીને બચાવવા અને કેસને દબાવવાનો પ્રયાસ કરી રહી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા હતા.
જાહેર આક્રોશ બાદ સરકારી તંત્ર હરકતમાં આવ્યું:
ઘટના સામે આવ્યા બાદ લોકોમાં અને મીડિયામાં વ્યાપક વિરોધનો સૂર ઉઠ્યો હતો. જજના વગદાર પુત્ર સામે કાર્યવાહી કરવાના બદલે મામલો થાળે પાડવાનો પ્રયાસ કરનાર પોલીસ તંત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. ચારેકોરથી વધતા ભારે દબાણ વચ્ચે રાજ્ય સરકારે આકરા પાણીએ થઈને જજ સામે FIR નોંધવાના નિર્દેશ આપ્યા હતા અને કેસની તપાસમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ ૪ દાસી-પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા હતા.
પોલીસ કમિશનર પર પડી ગાજ:
તપાસનો રેલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતા આખરે કોચિ સિટી પોલીસ કમિશનર કાલિરાજ મહેશને પણ તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. વગદાર લોકો સામે કાયદાકીય કાર્યવાહીમાં ઢીલાશ મૂકનારા અધિકારીઓ સામે સરકારે આ કાર્યવાહી કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદાની નજરમાં સૌ સમાન છે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
