<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

મોરબીમાં હુમલો અને ધમકી બાદ ખાણ ખનીજ વિભાગની ટીમ મેદાને, બે સ્થળેથી ૧.૪૦ કરોડનો મુદામાલ સીઝ.

ગેરકાયદેસર ખાણકામ વાળા વિસ્તારની માપણી કરી આરોપીઓ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીમાં રેડ કરવા ગયેલી ખાણ ખનીજ વિભાગની ટીમ સાથે માથાકૂટ કરી જપ્ત કરેલ વાહન છોડાવી ગયા તેમજ ભૂસ્તરશાસ્ત્રીને જીલ્લા સેવા સદન કચેરીમાં ધમકી આપ્યા બાદ હવે ખનીજ વિભાગની ટીમે ખનીજ ચોરો પર તબાહી બોલાવી દીધી છે મોરબી અને વાંકાનેરમાં બે સ્થળેથી ૧.૪૦ કરોડનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

   મોરબીના ભૂસ્તરશાસ્ત્રી જગદીશ વાઢેરના માર્ગદર્શન હેઠળ ખનીજ વિભાગની ટીમે વાંકાનેરના જામસર ખાતે આકસ્મિક રેડ કરી હતી જ્યાં સેન્ડ સ્ટોન ખનીજનું બિન અધિકૃત ખનન/વહન કરતા પીળા કલરનું એક્ષકેવેટર મશીન અને ૦૧ ડમ્પર જીજે ૧૩ એટી ૧૨૮૦ જેના માલિક વિજયભાઈ અશોકભાઈ ચારલા( રહે ઢુવા તા. વાંકાનેર વાળા) નો ૧ કરોડનો મુદામાલ જપ્ત કરી વાંકાનેર તાલુકા પોલીસ મથકને સોપવામાં આવ્યો છે તેમજ લખધીરપુર રોડ પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી રૂપિયા ૪૦ લાખની કિમતનું ડમ્પર જીજે ૧૨ બીઝેડ ૨૩૦૦ જેના માલિક જગદીશભાઈ સામતભાઈ સોલંકી( રહે વિકાસ પાર્ક મોરબી વાળા )માં ચાઈના કલે ખનીજ ભરી બિન અધિકૃત રીતે વહન કરવા બદલ સીઝ કરી મોરબી પોલીસની કસ્ટડીમાં મુકવામાં આવ્યું છે ગેરકાયદેસર ખાણકામ વાળા વિસ્તારની માપણી કરી આરોપીઓ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ ભૂસ્તરશાસ્ત્રીએ જણાવ્યું હતું.

(1:06 AM IST)