News of Wednesday, 28th October 2026
ચોરાઉ મોબાઈલ શોધવામાં ગુજરાતે દેશમાં બીજો નંબર મેળવ્યો
મોબાઇલ ચોરીથી લોકોના નુકશાન સાથે, સાયબર ફ્રોડ માફિયાઓ, દેશદ્રોહી તત્વોને ટ્રેસ કરવા મુશ્કેલ બનતા ઝુંબેશનું સુપરવિઝન નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ Cid વડા ડો. કે.એલ.એન. રાવને સુપરત કરવાનો નિર્ણય રામબાણ પુરવાર આણંદ sp ગૌરવ જસાણીની આગવી સુઝ જહેમત ફળીઃ આણંદે ગુજરાતમાં મોબાઇલ શોધવામાં પહેલો નંબર મેળવ્યોઃ ડાંગ બીજા ક્રમેં, અમદાવાદ ત્રીજા ક્રમ મેળવ્યોઃ pi જયમીન ડોડીયા, psi જયદીપ અનડકટ વિગેરેનું બહુમાન થય

રાજકોટ તા.૨૮: લોકોના ગુમ થયેલ મોબાઇલ ફોન કે ચોરી થયેલ ફોન જે તે વ્યક્તિ માટે તો મોટી આર્થિક નુકશાની સાથે કોઈ અસામાજિક તત્વો, સાયબર ફ્રોડ માસ્તરો અને દેશ દ્રોહી તત્વો આનો ખુબ દુર ઉપયોગ કરે તેવું સારી રીતે સમજતા નાયબ મુખ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જેતે જિલલા સાથે cid ક્રાઇમના અનુભવી dgp ડો. કે.એલ. એન. રાવને સુપરવિઝન સુપરત થયું છે.
આણંદ જિલ્લાના એસપી તરીકે કાર્યરત ગૌરવ લોકોના પ્રશ્ને સદા જાગળત રહેતા અધિકારી છે.
તેવો દ્વારા સતત આ સમગ્ર મામલે આણંદના સાયબર ક્રાઇમ pi જયમીન ડોડીયાને પોતાના સીધા સુપરવિઝન નીચે જવાબદારી સુપરત કરતા આણંદ જિલ્લો આખા ગુજરાતમાં પ્રથમ આવતા cid વડા ડો. કે. એલ. એન. રાવ દ્વારા બહુમાન થયેલ.
નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળાના ટોચના પ્રદર્શન કરનારા જિલ્લાઓ, ૧ એપ્રિલ ૨૦૨૬ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધીના સમયગાળાના CEIR પ્રદર્શન ડેટાના આધારે આ રેન્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે. ક્રમ ૧: આણંદ જિલ્લો,ક્રમ રઃ ડાંગ જિલ્લો, ક્રમ ૩: અમદાવાદ શહેર
મોબાઈલ હેન્ડસેટ ટ્રેસ કરવા અને તેને રિકવર કરવાની ઉત્કળષ્ટ કામગીરી બદલ આ જિલ્લા/વિસ્તારના નોડલ અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા છે, જે તેમની ટેકનોલોજી આધારિત અને નાગરિક-કેન્દ્રી પોલીસિંગ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ગુજરાત ૫૦.૭૫% રિકવરી રેટ સાથે મોટા રાજ્યોમાં બીજા ક્રમે
૨૬ ઓક્ટોબર ૨૦૨૬ સુધીના ડેટા અનુસાર, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે CEIR સિસ્ટમની કામગીરી નીચે મુજબ છે. ૧૧ રાષ્ટ્રીય સ્તરની કામગીરીઃ બ્લોક કરાયેલા મોબાઈલ હેન્ડસેટઃ ૬૨,૫૨.૨૬૫, ટ્રેસ કરાયેલા મોબાઈલ હેન્ડસેટઃ ૩૮,૭૦,૭૨૪, રિકવર કરાયેલા મોબાઈલ હેન્ડસેટઃ ૧૪,૪૭,૭૯૮.
રિકવરી રેટ (રિકવરી દર): ૩૭.૪% ગુજરાત રાજ્યની કામગીરીઃ બ્લોક કરાયેલા મોબાઈલ હેન્ડસેટઃ ૨.૩૮,૫૩૩, ટ્રેસ કરાયેલા મોબાઈલ હેન્ડસેટઃ ૧,૪૭,૪૨૭, રિકવર કરાયેલા મોબાઈલ હેન્ડસેટઃ ૭૪,૮૨૩, રિકવરી રેટ (રિકવરી દર): ૫૦,૭૫%.
ગુજરાતે ૫૦.૭૫% ના રિકવરી રેટ સાથે મોટા રાજ્યોમાં બીજું સ્થાન મેળવ્યું છે, જે રાષ્ટ્રીય સરેરાશ (૩૭.૪% ) કરતા ઘણું વધારે છે. આ કામગીરી ગત વર્ષની સરખામણીએ મોટો સુધારો દર્શાવે છે, જ્યાં રBase ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ ગુજરાતનો રિકવરી રેટ ૪૧% હતો, જેમાં ૯.૭૫ ટકાવારી પોઈન્ટનો વધારો થયો છે.
વરિષ્ઠ અધિકારીઓ દ્વારા એવોર્ડ એનાયત કરાયા આ સમારોહમાં વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા, ડો. કે. એલ. એન. રાવ (ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, CID ક્રાઈમ અને રેલવે, ગુજરાત રાજ્ય), શ્રી ગિરીશ કટારિયા (એડિશનલ ડાયરેક્ટર જનરલ ટેલિકોમ, ગુજરાત LSA, DOT)
આ સન્માન ગુજરાત પોલીસ અને DOT ગુજરાત LSA વચ્ચેના આંતર-એજન્સી સંકલનને મજબૂત કરવા અને મોબાઈલ ઉપકરણોના દુરૂપયોગ તેમજ સાયબર છેતરપિંડી અટકાવવાના પ્રયાસોને વેગ આપે છે.(૨.૯)
(2:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
