<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

મોરબીમાં 'સર્જનથી સમૃદ્ધિ' થીમ આધારિત 'સ્વદેશી મેળો'નો પ્રારંભ.

પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા અને મંત્રી કાંતિભાઈ અમૃતિયાના વરદ હસ્તે મેળો ખુલ્લો મુકાયો, 5 નવેમ્બર સુધી ચાલશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : લોકલ ફોર વોકલ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના આશયથી મોરબી મહાનગરપાલિકા દ્વારા ‘સર્જનથી સમૃદ્ધિ' ની થીમ સાથે આજથી આગામી તા. 5 નવેમ્બર 2026 સુધી મોરબીમાં રત્નકલા ગ્રાઉન્ડ ખાતે 'સ્વદેશી મેળો' શરૂ થઈ ગયો છે. સ્વદેશી મેળાના શુભારંભ પ્રસંગે ‘વિકાસ વાટિકા' પુસ્તકનું પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા અને મંત્રી કાંતિભાઈ અમૃતિયાના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. મોરબીના સ્કાય મોલની બાજુમાં આવેલા રતકલા ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ સ્વદેશી મેળામાં વિવિધ હસ્તકલાની વસ્તુઓ અને સ્થાનિક સામગ્રીઓનું સખી મંડળની બહેનો દ્વારા વેચાણ કરવામાં આવશે.

    આ સ્વદેશી મેળાનું મુખ્ય આકર્ષણ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગા થીમ પર આધારિત પ્રસ્તુતિઓ, મનોરંજક મેજિક શો, લોક ડાયરો તેમજ સ્વચ્છતા અને જન જાગૃતિલક્ષી નાટકો રહેશે. આ કાર્યક્રમો નિહાળવા અને સ્વદેશી મેળાનો વધુને વધુ લાભ લેવા મોરબીવાસીઓને મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે.
   આ સ્વદેશી મેળાના શુભારંભ પ્રસંગે પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા, મંત્રી કાંતિભાઈ અમૃતિયા, મેયર ઉત્તમ સુરાણી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, કમિશનર સંગીતા રૈયાણી આ ઉપરાંત જિલ્લાના અનેક અધિકારીઓ, પદાધિકારીઓ, સામાજિક અગ્રણીઓ અને મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

(1:15 AM IST)