તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
રિક્ષામાં દારૂ લઇને જતા રાજકોટના બે શખ્સો નિકાવા પાસે ઝડપાઇ ગયા

જામનગર, તા. ર૮: એક લીલા-પીળા કલરની સી.એન.જી. રીક્ષા રજી.નં.જીજે-૦૩-બીએકસ-૪૦૩૪ વાળી નો ચાલક દેશીદારૂનો જથ્થો ભરીને રાજકોટ થી નીકાવા ગામ તરફ આવે છે તેવી હકિકત મળતા તુરત જ નીકાવા ગામે પોલીસ ચોકી સામે રોડ ઉપર ઉપરોકત નંબર/વર્ણન વાળી રીક્ષાની વોચ-તપાસમાં રહેતા રાજકોટ તરફથી ઉપરોક નંબર/વર્ણન વાળી સી.એન.જી. રીક્ષા લઈને બે ઇસમો આવતા તેને રોકી સી.એન.જી. રીક્ષા ચેક કરતા રીક્ષાની પાછળની સીટના પગામાં તથા ડેકીના ભાગે ચોર ખાના માંથી કુલ દેશીદારૂ લી.૧૫૫/- કિ.રૂ.૩૧,૦૦૦/- તથા સી.એન.જી.રીક્ષા કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૩૧,૦૦૦/- ના મુદામાલ સાથે (૧) રોહીતભાઇ નરશીભાઈ માત્રાણીયા ઉ.વ.૨૧ ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે યુનારાવાડ શીવાજી નગર શેરી નં.૧૦ પાવર હાઉસ સામે, ગોપાલ ડેરી રોડ, રાજકોટ, (૨) હીરેનભાઈ કમલેશભાઈ ગુપ્તા ઉ.વ.૨૩ ધંધો મજુરી રહે મવડી પ્લોટ ઇશ્વરનગર આર.એમ.સી. કવાટર્સ બ્લોક નં.૧૯ ત્રીજો માળ રાજકોટ ને ઝડપી લીધા હતો.
આ કામગીરી કાલાવાડના ગ્રામ્ય પોલીસ ઇન્સ. એન.વી. આંબલીયા તથા પો.હેડ કોન્સ. વિ.જે.જાદવ તથા એ.ટી.સમા તથા વી.એન. ગઢાદરા તથા જી.આર.ચાવડા તથા પો.કોન્સ. ભયપાલસિંહ એમ. જાડેજા તથા રાજદીપસિંહ કે.જાડેજા દ્વારા કરવામા આવેલ છે.
(12:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
