News of Wednesday, 28th October 2026
આફ્રિકાના ઈથિયોપિયામાં ધાર્મિક આતંકનો ભયાનક ધડાકો: ઈસાઈ ચર્ચોને નિશાન બનાવી અંધાધૂંધ ગોળીબાર અને ખૂની હુમલો: ૪૭થી વધુ નિર્દોષ લોકોના કમકમાટીભર્યા મોત
પવિત્ર પ્રાર્થના સ્થળો પર મશીનગનોથી રક્તરંજિત તાંડવ મચાવી માનવતાને શરમાવતું હીન કૃત્ય: ધડાકા અને લોહીની નદીઓ વહેતી જોઈને વિશ્વભરના લોકોના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:આફ્રિકા ખંડના દેશ ઈથિયોપિયામાંથી સમગ્ર માનવજાતને લજ્જિત કરે, સ્તબ્ધ કરી દે અને લોહીના આંસુ રડાવે તેવી એક અત્યંત કાળજું કંપાવી દેતી, અરેરાટીભરી અને ખૌફનાક રક્તરંજિત હોનારત સામે આવી છે. ઈથિયોપિયામાં સક્રિય કટ્ટરપંથી અને સશસ્ત્ર નરાધમ આતંકીઓ દ્વારા ઈસાઈ (ખ્રિસ્તી) સમુદાયના પવિત્ર ચર્ચોને લક્ષ્ય બનાવીને એકસાથે ભયાનક ખૂની હુમલો કરવામાં આવ્યો છે! ચર્ચમાં પ્રભુ ઈસુની પ્રાર્થનામાં લીન થયેલા નિર્દોષ અને અસહાય લોકો પર આતંકીઓએ કાળમુખી મશીનગનોથી અંધાધૂંધ ગોળીબાર અને ગોઝારા ધડાકા કરીને લોહીનું તાંડવ મચાવ્યું હતું.
ઓરોમિયા ઈથિયોપિયાનું સૌથી મોટું રાજ્ય છે ત્યાં લાંબા સમયથી વિદ્રોહ સશસ્ત્ર સંઘર્ષ અને જાતીય તણાવ વ્યાપી રહ્યો છે. તેવામાં શસ્ત્રધારી જૂથો ધર્મના નામે સમુદાયો વચ્ચે તિરાડો પાડવા અને લોકોને પોતાની સાથે જોડવા પ્રયત્નો કરી રહ્યા છે, એએફપીએ જણાવ્યું હતું કે તે હુમલામાં ૪૪ લોકોના જાન ગયા હતા. અન્ય નિવાસીએ મૃતકોની સંખ્યા ૫૧ની દર્શાવી હતી. જોકે ઈથિયોપિયામાં અત્યારે એટલી કડક પાબંદી છે કે સ્વતંત્ર રીતે તે અંગે નિશ્ચિત માહિતી મળી શકે તેમ નથી. સરકારી હ્યુમન રાઇટ્સ કમિશને જણાવ્યું હતું કે આ વિષે આ તબક્કે તો કશું વધારે કહી શકાય તેમ નથી. તેણે માત્ર તેટલું જ કહ્યું કે અમે પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છીએ.
રીપોર્ટ જણાવે છે કે આ વિસ્તારમાં ધાર્મિક તંગદિલી ઘણી વધુ છે. અહીં બે ચર્ચો ઉપર હુમલા થયા છે. કેટલાયે લોકોનાં ઘર તોડી નખાયા છે.
ઈથિયોપિયા હોર્ન-ઓફ-આફ્રિકા તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલો દેશ છે. તે અનેક આંતરિક સંઘર્ષો સામે ઝઝૂમી રહ્યો છે. જો આવી ઘટનાઓ ઉપર ધ્યાન નહીં અપાય તો ભારે મોટું સંકટ ઊભું થઈ શકે તેમ છે. ગયા મહિને ઉત્તરના તિગ્રે રાજ્યમાં પણ ભારે યુદ્ધ થયું હતું. દેશની વચ્ચોવચ્ચ રહેલા ઓરોમિયા રાજ્યમાં આશરે ૪ કરોડ લોકો રહે છે. ત્યાં મુસ્લીમ પ્રોટેસ્ટન્ટસ અને ઓર્થોડોક્સ ક્રિશ્ચિયન્સ રહે છે. ઝઘડાનું મુખ્ય કારણ રાજકીય અને જાતીય પ્રતિનિધિત્વ અંગે ફરિયાદો થઈ રહી છે. પરંતુ યુદ્ધખોરોને એકઠા કરવા માટે ધર્મનો ઉપયોગ કરવામાં આવે છે. જે ચર્ચ ઉપર હુમલો થયો હતો, તે પૈકીના એક ખ્રિસ્તી ડીકને પત્રકારોને જણાવ્યું હતું કે આ હત્યાઓથી મને ઘણો જ આઘાત લાગ્યો છે. વાસ્તવમાં મૃતકોની સંખ્યા ૪૬ જેટલી છે.
(5:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
