તા. ૧૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૫ શુક્રવાર
News of Wednesday, 28th October 2026
ભારતનો ગોલનો વરસાદ : બાંગ્લાદેશ સામે ૧૩ ગોલનો ધડાકો
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમનો શાનદાર વિજયી પ્રારંભ : મનદીપ સિંહની હેટ્રિક, હરમનપ્રીત, દિલપ્રીત અને હાર્દિક સિંહે બે-બે ગોલ ફટકાર્યા : કાલે ચીન સામે મુકાબલો

જલંધર : ભારતીય પુરુષ હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૨૬માં પોતાના અભિયાનનો પ્રારંભ જોરદાર વિજય સાથે કર્યો છે. જલંધરના ઓલિમ્પિયન સુરજીત સિંહ હોકી સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં ભારતે બાંગ્લાદેશને ૧૩-૦ના વિશાળ અંતરથી હરાવીને પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા હતા. ભારતીય ખેલાડીઓએ શરૂઆતથી જ આક્રમક રમતનું પ્રદર્શન કરતાં બાંગ્લાદેશના સંરક્ષણને વેરવિખેર કરી નાખ્યું હતું. ભારત તરફથી મનદીપ સિંહે ત્રણ ગોલ ફટકારીને હેટ્રિક નોંધાવી હતી. જ્યારે ભારતીય ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહ, દિલપ્રીત સિંહ અને હાર્દિક સિંહે બે-બે ગોલ કરીને ટીમની જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. શિલાનંદ લાકરા, અભિષેક, નીલકાંતા શર્મા અને જુગરાજ સિંહે પણ ગોલ નોંધાવીને ભારતના વિજયને વધુ ભવ્ય બનાવ્યો હતો.
મેચની શરૂઆતથી જ ભારતીય ખેલાડીઓએ બાંગ્લાદેશ પર દબાણ ઊભું કર્યું હતું. બીજા જ મિનિટમાં કેપ્ટન હરમન-ીત સિંહે પેનલ્ટી કોર્નરનો લાભ ઉઠાવીને ભારતનું ખાતું ખોલાવ્યું હતું. ત્યારબાદ ત્રીજી મિનિટમાં મનદીપ સિંહે ગોલ કરીને ભારતની સરસાઈ બમણી કરી હતી. -થમ ક્વાર્ટરના અંત સુધીમાં ભારતે ૪-૦ની સરસાઈ મેળવી લીધી હતી. બીજા ક્વાર્ટરમાં પણ ભારતનો આક્રમક મિજાજ યથાવત રહ્યો હતો અને વધુ બે ગોલ સાથે હાફ ટાઇમ સુધી સ્કોર ૬-૦ થઈ ગયો હતો.
ત્રીજા ક્વાર્ટરમાં દિલપ્રીત સિંહે સતત બે ગોલ ફટકારીને બાંગ્લાદેશની મુશ્કેલીઓ વધારી દીધી હતી. ત્યારબાદ હરમનપ્રીત સિંહે વધુ એક ગોલ નોંધાવ્યો હતો. અંતિમ ક્વાર્ટરમાં જુગરાજ સિંહે ગોલ કર્યા બાદ મનદીપ સિંહે પોતાની હેટ્રિક પૂરી કરી હતી. મેચની અંતિમ ક્ષણોમાં હાર્દિક સિંહે બે ગોલ નોંધાવતાં ભારતે ૧૩-૦ના વિશાળ માર્જિનથી જીત મેળવી હતી.
ભારતીય ટીમના આ પ્રદર્શનથી ટૂર્નામેન્ટમાં અન્ય હરીફ ટીમો માટે પણ ચેતવણી સમાન સંદેશ ગયો છે. ઘરઆંગણે પ્રેક્ષકોના જોરદાર સમર્થન વચ્ચે ભારતીય ખેલાડીઓએ ગતિ, ચોકસાઈ અને સંકલનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
દરમિયાન, ભારતીય મિડફિલ્ડર નીલકાંતા શર્માએ આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવળત્તિની જાહેરાત કરી હતી. આ ટૂર્નામેન્ટ ભારતીય જર્સીમાં તેમની છેલ્લી સ્પર્ધા બની રહેશે. હવે ભારતીય ટીમનો આગામી મુકાબલો ૨૯ ઑક્ટોબરે ચીન સામે થશે, જેમાં ભારત પોતાની વિજયકૂચ જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
