<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

આટકોટ સ્‍વામિનારાયણ મંદિરે શરદપૂર્ણિમા મહોત્‍સવની ધામધૂમપૂર્વક ઉજવણીઃ પૂજ્‍ય સંતદાસ સ્‍વામીના સાનિધ્‍યમાં ભવ્‍ય રાસ-ગરબાની રમઝટ બોલાઈ

(કરશન બામટા દ્વારા) આટકોટ, તા.૨૮: આટકોટ સ્‍થિત સુપ્રસિદ્ધ સ્‍વામિનારાયણ મંદિર ખાતે શરદપૂર્ણિમાના પવિત્ર અવસર પર એક ભવ્‍ય અને દિવ્‍ય મહોત્‍સવનું સુંદર આયોજન કરવામાં આવ્‍યું હતું. પૂર્ણિમાના અમળતસમા ચાંદનીના પ્રકાશ વચ્‍ચે મંદિર પરિસરમાં ભક્‍તિસભર વાતાવરણ સર્જાયું હતું.

આ મહોત્‍સવમાં પૂજ્‍ય સંતદાસ સ્‍વામીના વિશેષ સાનિધ્‍યમાં ભવ્‍ય રાસ-ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. સ્‍વામીજીના દિવ્‍ય સાનિધ્‍ય અને ભક્‍તિમય ગરબાવલીથી સમગ્ર વાતાવરણ શ્રદ્ધા અને ઉત્‍સાહથી ગુંજી ઊઠ્‍યું હતું. આ રાસ-ગરબામાં સમાજના વિવિધ વર્ગો જેવા કે શિક્ષકો, તબીબો (ડોક્‍ટર્સ) તેમજ મોટી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ અને હરિભક્‍તો જોડાયા હતા અને પરંપરાગત ગરબા ગાઈને ઉત્‍સવને મનભરીને માણ્‍યો હતો.

મહોત્‍સવના અંતમાં ભગવાનની મહાઆરતી ઉતારવામાં આવી હતી. આરતી બાદ શરદપૂર્ણિમાના પવિત્ર પર્વનું વિશેષ મહત્‍વ ધરાવતો દૂધ-પૌંઆનો પવિત્ર પ્રસાદ તમામ ઉપસ્‍થિત ભક્‍તજનોને વિતરિત કરવામાં આવ્‍યો હતો. આ ધાર્મિક કાર્યક્રમે સમગ્ર આટકોટ વિસ્‍તારના હરિભક્‍તોમાં ભારે ઉત્‍સાહ અને ભક્‍તિનો સંચાર કર્યો હતો

(10:54 AM IST)