<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

કટોરો ભરીને જીવતી કીડીઓ ખાઈ ગયો બ્રાઝિલનો આ યુવાન

એડ્રિયાનો બોલાડો નામના એક ફિટનેસ-ઇન્‍ફલુઅન્‍સરે તાજેતરમાં જીવતી કીડીઓ ખાતો વિડિયો શેર કરીને સોશ્‍યલ મીડિયા પર અરેરાટી ફેલાવી દીધી

લંડન તા.૨૮: બ્રાઝિલમાં તાનાજુરા નામની ખાસ કીડીઓ પાંદડાં કાતરવાનું કામ કરે છે. આ કીડીઓ સામાન્‍ય કરતાં કદમાં મંકોડા જેટલી મોટી હોય છે. અહીં કેટલાક વિસ્‍તારોમાં કીડીઓ ખાવાની પરંપરા રહી છે. વરસાદના મોસમમાં આ કીડીઓ ઝાડની બખોલમાંથી બહાર નીકળે છે એ વખતે સ્‍થાનિકો એને ખોબા ભરીને એકઠી કરે છે. સામાન્‍ય રીતે લોકો એ કીડીઓને આગમાં ભૂંજીને અથવા તો અન્‍ય પકવાનોમાં ગાર્નિશ તરીકે વાપરીને ખાય છે. જોકે એડ્રિયાનો બોલાડો નામના એક ફિટનેસ-ઇન્‍ફલુઅન્‍સરે તાજેતરમાં જીવતી કીડીઓ ખાતો વિડિયો શેર કરીને સોશ્‍યલ મીડિયા પર અરેરાટી ફેલાવી દીધી હતી. તેણે કેમ જીવતી કીડીઓ ખોબો ભરીને ખાઈ લીધી એનું કોઈ કારણ જણાવ્‍યું નહોતુ.

(10:17 AM IST)