<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

ભૂતપૂર્વ મિસ સ્વિટ્ઝરલેન્ડનો દાવોઃ ૧૯૯૩માં ટ્રમ્પે ન્યુ યોર્કની હોટેલમાં મારા પર બળાત્કાર કર્યો હતો

બીટ્રિસ ટ્રમ્પ સાથે સંકળાયેલા અમેરિકન ડ્રીમ પેજન્ટ દરમ્યાન એક પ્રેસ-લંચમાં મળી હતી

ન્યુયોર્ક,તા.૨૮: અમેરિકામાં હાઉસ જુડિશ્યરી કમિટીના ડેમોક્રેટ્સ દ્વારા જાહેર કરાયેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મોડલ અને ભૂતપૂર્વ મિસ સ્વિટ્ઝરલેન્ડ બીટ્રિસ કયુલે આરોપ લગાવ્યો છે કે નવેમ્બર ૧૯૯૩માં નવેમ્બર મહિનામાં ન્યુ યોર્ક સિટીની પ્લાઝા હોટેલના એક સ્વીટમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે તેના પર બળાત્કાર કર્યો હતો. એ સમયે તે ૨૪ વર્ષની હતી.

બીટ્રિસ ટ્રમ્પ સાથે સંકળાયેલા અમેરિકન ડ્રીમ પેજન્ટ દરમ્યાન એક પ્રેસ-લંચમાં મળી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે ટ્રમ્પે તેના સહયોગી પાઓલો ઝામ્પોલી દ્વારા તેને અમેરિકન વીઝાની વ્યવસ્થા કરવામાં અને તેને ન્યુ યોર્ક યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવામાં મદદ કરવાની ઑફર કરી હતી. બ્રીટ્રિસે તપાસકર્તાઓને એમ પણ કહ્યું કે તેણે આ કાર્યક્રમમાં જેફરી એપ્સટીન સાથે વાત કરી હતી. ટ્રમ્પે તેને એક હોટેલના સ્વીટમાં આમંત્રણ આપ્યું હતું, જ્યાં તેના પર બળાત્કાર કર્યો હતો. આના કારણે તેને બ્લીડિગ થયું હતું અને શરીર પર ઉઝરડા પડી ગયા હતા. ટ્રમ્પે તેને ચૂપ રહેવા જણાવ્યું હતું અને તેના વીઝા અને યુનિવર્સિટીમાં પ્રવેશ માટે મદદ કરવાની તેમની ઑફરનો પુનરુચ્ચાર કર્યો હતો. બીટ્રિસે કહ્યું કે તે અમેરિકા આવી ત્યારે તેનો પાસપોર્ટ લઈ લેવામાં આવ્યો હતો, જેને કારણે તે તરત જ સ્પર્ધા છોડી શકી નહોતી.

(3:53 PM IST)