News of Wednesday, 28th October 2026
રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશનની વાર્ષિક સભાઃ ઉદ્યોગ, શિક્ષણ અને સામાજિક ક્ષેત્રની પ્રતિભાઓનું સન્માન

રાજકોટઃ રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભામાં એસોસિએશનના ૫૪ સભ્યો અને મહેમાનોએ હાજરી આપી હોવાનું યાદીમાં જણાવાયું છે.
આરએમએના પ્રમુખ રાજુ હરિયાણી તથા માનદ મંત્રી વિશાલ સરવૈયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સભામાં એસોસિએશનની વર્ષ દરમિયાનની પ્રવૃત્તિઓ, કામગીરી તથા ભાવિ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશન છેલ્લા ૩૭ વર્ષથી મેનેજમેન્ટ ક્ષેત્રે જ્ઞાન, નેતૃત્વ અને વ્યાવસાયિક વિકાસને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરી રહ્યું છે. ય્પ્ખ્ના મુખ્ય ત્રણ આધારસ્તંભ ઉદ્યોગ , શિક્ષણ અને સમાજ છે. આ ત્રણેય ક્ષેત્રો વચ્ચે સેતુરૂપ બનીને સંસ્થા રાજકોટ અને સૌરાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપી રહી હોવાનું જણાવાયું હતું.
આ પ્રસંગે આ ત્રણેય આધારસ્તંભો સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર અને સમાજ માટે નિઃસ્વાર્થ સેવા કરનાર પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
શિક્ષણ ક્ષેત્રે જાણીતા એસ્ટ્રોફિઝિસિસ્ટ ડો.જે.જે. રાવલ તથા ગુજરાત ટેક્રોલોજિકલ યુનિવર્સિટી ના પૂર્વ વાઇસ ચાન્સેલર ડો.નવીન શેઠ, ઉદ્યોગ ક્ષેત્રે સિનોવા ગિયર્સના ડિરેક્ટર જમન પટેલ અને સામાજિક ક્ષેત્રે ગિરગંગા પરિવાર ટ્રસ્ટનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વી.વી.પી. કોલેજના ટ્રસ્ટી શ્રી પીયૂષ વણઝારા તથા કિશોરભાઈ હેમાણી ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સંકલન સંસ્થાના માનદ મંત્રી વિશાલ સરવૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. એસોસિએશન વિશે વધુ માહિતી મેળવવા મો. ૬૩૫૯૯ ૧૦૧૦૧ પર સંપર્ક કરવા સંસ્થાની યાદીના અંતમાં જણાવાયું છે
(2:47 PM IST)










