તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
આઈટી ક્ષેત્રે અત્યાર સુધીનો સૌથી ભયાનક અને કાળમુખો ધડાકો: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના નામે માઈક્રોસોફ્ટ કંપની રાક્ષસી મોડમાં: એકસાથે ૬૦ હજાર કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢશે
ટેકનોલોજીની દુનિયામાં AI ની કાળી ડિબાંગ છાયા ફેલાતાં લાખો એન્જિનિયરોના રોજગાર પર મરણતોલ ઘા: રોજીરોટી છીનવાઈ જવાની દહેશતથી આઈટી પ્રોફેસનલ્સના છાતીના પાટિયા બેસી ગયા

નવી દિલ્હી:વૈશ્વિક ટેકનોલોજી અને આઈટી જગતમાં કોમ્પ્યુટર ક્ષેત્રની મલ્ટીનેશનલ મહાકાય કંપની 'માઈક્રોસોફ્ટ' (Microsoft) તરફથી આખા વિશ્વને સ્તબ્ધ અને ધ્રૂજાવી દેતી એક અત્યંત ખૌફનાક, અરેરાટીભરી અને કાળજું કંપાવી દેતી સ્ફોટક ખબર સામે આવી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો વ્યાપ વધારવા અને કંપનીના ખર્ચમાં મસમોટો કાપ મૂકવાના બહાને માઈક્રોસોફ્ટ પોતાના ગ્લોબલ વર્કફોર્સમાંથી એકસાથે ૬૦ હજાર જેટલા ઉચ્ચ શિક્ષિત અને અનુભવી કર્મચારીઓની હકાલપટ્ટી (Layoff) કરવા જઈ રહી હોવાનો બમ્પર ખુલાસો થયો છે.
માઈક્રોસોફ્ટનાં કાર્યકારી વાઈસ પ્રેસિડેન્ટ અને ચીફ પીપલ ઓફિસર એમી કોલમેને સોમવારે બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે વોલન્ટરી એક્ઝિટ ઓફર (વીઈઓ) યોજનામાં કંપનીની પસંદગીની ટીમોના એવા કર્મચારીઓનો સમાવેશ કરાશે જેમનો આંતરિક જોબ ગ્રેડ ૭૦ અથવા તેનાથી નીચે છે, જેમાં જનરલ મેનેજરો અને વાઈસ પ્રેસિડેન્ટના હોદ્દા ધરાવતા કેટલાક કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. જોકે, તેમાં કોર્પોરેટ વાઈસ પ્રેસિડેન્ટનો સમાવેશ થતો નથી.
કંપનીના અંદાજે ૨.૨૩ લાખ કર્મચારીઓમાંથી ચોથા ભાગના કર્મચારીઓને સ્વૈચ્છિક છટણી પ્રક્રિયામાં આવરી લેવાયા છે. ભારતમાં કંપનીમાં લગભગ ૨૩,૦૦૦ કર્મચારીઓ કામ કરે છે. જોકે, કેટલા કર્મચારીઓની છટણી થશે તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.
કંપનીએ આ વર્ષે અગાઉ કરેલી છટણી પ્રક્રિયામાં રિટાયરમેન્ટ બાયઆઉટની ઓફર કરી હતી. તેનાથી વિપરિત આ વખતે છટણી માટે પસંદ કરવામાં આવેલા કર્મચારીઓની વય, કામના વર્ષો કે પરફોર્મન્સ જેવી કોઈ બાબતોને ધ્યાનમાં લેવાઈ નથી. કંપનીના મેમો મુજબ છટણી માટે પાત્ર થનારા કર્મચારીઓને વ્યક્તિગત ધોરણે ઈમેલ મોકલવામાં આવ્યા છે. તેમણે ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધીમાં નિર્ણય કરવાનો છે કે તેઓ વર્ષના અંત સુધીમાં નોકરી છોડશે કે નહીં. આ ઓફરનો ઈનકાર કરનારા કર્મચારીઓ આગામી સમયમાં મુશ્કેલીનો સામનો પણ કરવો પડી શકે છે. કારણ કે કંપની આગામી સમયમાં એઆઈ અને ક્લાઉડ ટેક્નોલોજીમાં અબજો કરોડ ડોલરનું રોકાણ કરવા માટે તેના કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે.
એમી કોલમેને લખ્યું છે કે બાયઆઉટ ઓફર સ્વીકારનારા કર્મચારીઓને નોકરીના પ્રત્યેક વર્ષના એક મહિનાના મૂળ પગાર જેટલી રકમ, સ્વાસ્થ્ય વીમો, નવી નોકરી અથવા કારકિર્દીમાં ફેરફાર માટે સહાયતા અથવા માર્ગદર્શન તેમજ પોતાના સ્ટાર્ટઅપ ખોલવા માટે પણ આર્થિક મદદ કરાશે. કોલમેને કહ્યું કે, આ યોજના મર્યાદિત સમય માટે છે. તેનાથી કર્મચારીઓને કંપનીની બહાર વધુ સારી તકો શોધી શકશે.
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
