<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

જુનાગઢ એસઓજી ટીમે વધુ એક જગ્‍યાએથી ભેળસેળયુકત ઘી ઝડપી લીધુ

શંકાસ્‍પદ ઘી ના નમુના પરિક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૨૮: પોલીસ અધિક્ષકશ્રી સુબોધ ઓડેદરા સાહેબના માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં તહેવારો આવનાર હોય જેના ભાગરૂપે ગુજરાત રાજયમાં નકલી ઘી, દુધ તથા પનીર જેવી બનાવટી ગે.કા. પ્રવળતી કરતા ઈસમોને પકડી પાડવા સુચના આપવામાં આવેલ હોય, જે અન્‍વયે એસ.ઓ.જી.ના પોલીસ ઈન્‍સ્‍પેકટર પી.કે.ચાવડા તથા ટીમ સતત વોચ તપાસમાં રહી પ્રયત્‍નશીલ હતુ.

જેથી ગોડાઉન કમલેશ જેન્‍તીલાલ સોઢા એ પંકજભાઈ નટવરલાલ કાનાબાર પાસેથી ભાડે રાખેલ હોય જે બાબતે સંબધીત પોલીસ સ્‍ટેશનને જાણ કરેલ ન હોય જેથી ગોડાઉનના સંચાલક પંકજભાઈ નટવરલાલ કાનાબાર રહે.જૂનાગઢ વાળા વિરુધ્‍ધ જાહેરનામાં ભંગ કર્યા અંગેનો ગુનો એ ડીવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે દાખલ કરાવવામાં આવેલ છે.

કમલેશ જેન્‍તીલાલ સોઢા રહે.જૂનાગઢ વાળાએ વેણુ માર્કેટીંગના દીલીપભાઈ જેન્‍તીભાઈ વણઝારા રહે.જૂનાગઢ વાળાને ઘી વેચેલાની હકીકત જણાયેલ હોય, જેથી જૂનાગઢ, ચીત્રકુટ સોસાયટી, નોબલ સ્‍કુલની બાજુમાં, પુજા એપાર્ટમેન્‍ટ, દુકાન નં.૮ માં ફુડ ઈન્‍સ્‍પેકટરશ્રી ને સાથે રાખી તપાસ કરતા (૧) શ્રી કાઠીયાવાડી ગીર ગાય ધી ૧૨.૨ લીટર કિ.રૂ.૩,૫૪૦/-(૨) વ્રજ મટુકી શુધ્‍ધ ગાય ધી ૧૨.૪ લીટર કિ.રૂ.૩,૫૦૦/- (૩) કેશવ ઘી ૨૭ લીટર કિ.રૂ.૪,૮૦૦/- મળી કુલ શંકાસ્‍પદ ગાય ઘી ૫૧.૬ લીટર કિ.રૂ.૧૧,૮૪૦/- નો જથ્‍થો પકડી પાડેલ હોય જે બાબતે ફુડ ઈન્‍સ્‍પેકટરશ્રી દ્વારા શંકાસ્‍પદ ઘી ના નમુના મેળવી પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ આગળની કાર્યવાહી ચાલુ છે.

આ કામગીરી એસ.ઓ.જી.ના પોલીસ ઈન્‍સપેકટર પી.કે.ચાવડા તથા એ.એસ.આઈ. વિક્રમભાઈ ચાવડા, કરશનભાઈ મોઢા તથા પો.હેડ કોન્‍સ. પ્રતાપભાઈ શેખવા, બાલુભાઈ બાલસ, મેણસીભાઈ અખેડ તથા પો.કોન્‍સ. રોહીતભાઈ ધાધલ, વિશાલભાઈ ઓડેદરા, ડ્રા.પો.કોન્‍સ. પરબતભાઈ દિવરાણીયા વિગેરે સ્‍ટાફે કરી છે.(તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

 

(12:54 PM IST)