<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

ચોમાસાના વિઘ્નો અને પાવર હાઉસની ઊંચી માંગ વચ્ચે કોલસા સંકટની વાત અફવા: કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીનો મોટો દાવો!

હાઇડ્રોપાવરમાં ઘટાડાને કારણે થર્મલ પાવરની માંગમાં ૧૨ થી ૧૫ ટકાનો ઉછાળો: રેલવે રેક અને રોડ માર્ગે પુરવઠો પૂરઝડપે ચાલુ, સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ.

કોલકાતા : દેશમાં ચોમાસાની ઋતુ દરમિયાન ખાણોમાં પાણી ભરાવાના કારણે કોલસાના ઉત્પાદનમાં પડતા વિઘ્નો અને બીજી તરફ હાઇડ્રોપાવર (જળવિદ્યુત) ના ઉત્પાદનમાં થયેલા ઘટાડા સામે થર્મલ પાવર પ્લાન્ટ્સમાં વીજ માંગ સડસડાટ વધી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે પણ દેશમાં કોલસાની કોઈ જ અછત નથી તેવું સ્પષ્ટ નિવેદન કેન્દ્રીય કોલસા મંત્રી જી. કિશન રેડ્ડીએ આપ્યું છે.

 

કોલકાતા ખાતે એસોચેમ (ASSOCHAM) દ્વારા આયોજિત 'એલ્યુમિનિયમ રોડ શો' બાદ પત્રકારો સાથેની વાતચીતમાં વીજ એકમોમાં કોલસાની અછત અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશમાં કોલસાનો પર્યાપ્ત સ્ટોક ઉપલબ્ધ છે. પાવર પ્લાન્ટ્સ સુધી કોલસો પહોંચાડવા માટે ભારતીય રેલવેના રેક અને રોડ પરિવહન બંને માર્ગોનો પૂર્ણ ક્ષમતાથી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

 

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હાઇડ્રોપાવર ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે થર્મલ પાવરની માંગમાં અચાનક ૧૨ થી ૧૫ ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. ભારે વરસાદને કારણે ખાણકામ અને પરિવહનમાં કામચલાઉ અવરોધો ચોક્કસ આવ્યા છે, પરંતુ તેને 'કોલસાની અછત' ગણી શકાય નહીં. સમગ્ર દેશમાં સ્થિતિ સામાન્ય છે અને ચિંતા કરવાનું કોઈ જ કારણ નથી.

 

(8:55 PM IST)