<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

સૌરાષ્‍ટ્રના અતિ મહત્‍વના, સમળધ્‍ધ અને સલામી વાળા પ્રજા વાત્‍સલ્‍ય રાજવીઓની વિલીનીકરણ સમય સુધીની વંશાવળીઓની ગૌરવંતી ઝલક : દેશના કુલ ૫૬૨ રાજયમાં સૌરાષ્‍ટ્રમાં ૨૨૨ રાજ્‍ય આવેલ જેનું કુલ ક્ષેત્રફળ ૨૧૪૫ ચો.મા. હતુ અને વસ્‍તી ૪૦ લાખની હતી. આ હિસાબે દેશમાં કુલ રાજ્‍યના ૪૦ ટકા રાજ્‍ય સૌરાષ્‍ટ્રમાં આવેલ. જેમાં ૧૪ રાજ્‍યો સલામી વાળા હતા : સૌરાષ્‍ટ્રમાં ક્ષત્રીય રાજપુતોના જાડેજા ઝાલા, ગોહીલ જેઠવા, પરમાર અન્‍ય જ્ઞાતિના કાઠી ખાચર બાબી (મુસ્‍લીમ) સીદી, નાગર બ્રાહ્મણ, આહીરના પણ રજવાડા હતા : ૨૨૨ રાજવીઓ રૂપિયા દસ લાખાથી રૂપિયા પાંચસો સુધીનું સાલિયાણા મેળવતા. આઝાદી પહેલા સૌરાષ્‍ટ્રના વિવિધ શાખના રાજવીઓએ સૌરાષ્‍ટ્ર ઉપર અંદાજે ચારસો વર્ષ શાસન કરેલઃ સલામી વાળા ૧૪ રાજ્‍યો પૈકી ૫ રાજ્‍યો જોડેજા વંશના હતા3:45 PM IST