News of Wednesday, 5th November 2025
રાજકોટ ગ્રામ્ય પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાનો જન્મ દિવસ

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૫: રાજકોટ ગ્રામ્ય પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાનો આજે જન્મ દિવસ છે. ખીરસરા રણમલજી ગામના ઉપસરપંચથી લઈને ભાજપના સક્રિય કાર્યકર લોધીકા તાલુકા પંચાયતની ખીરસરા રાતૈયા સિટના ભાજપના સદસ્ય તરીકે ચુંટાયાને લોધિકા તાલુકા પંચાયત ના વિપક્ષ નેતાથી રાજકિય કારકિર્દીની શરૂઆત કરી.
ભાજપના સક્રિય કાર્યકર તરીકે એક સાચા સૈનિક તરીકે તન મનથી ભારતીય જનતા પાર્ટી તેમજ લોધીકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની જનતાના સેવક તરીકે પ્રજાલક્ષી કામગીરી તેમજ કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારની યોજનાઓને જનતા સુધી પહોંચાડવામાં હંમેશા એક કાર્યકર તરીકે અગ્રેસર લાખાભાઇ સાગઠીયાના કામની કદર કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ૨૦૧૭ મા રાજકોટ ગ્રામ્ય વિધાનસભા ૭૧ ની ટીકીટ આપવામાં આવી જેમા ધારાસભ્ય તરીકે લાખાભાઇ સાગઠીયા વિજેતા બન્યા તેમને ૨૦૧૭ થી ૨૦૨૨ દરમિયાન ધારાસભ્ય તરીકે રાજકોટ શહેર સહિત કોટડાસાંગાણી રાજકોટ તેમજ લોધીકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના અને વિકાસના કામો કર્યા તેમને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ આગેવાનો કાર્યકરો તેમજ સગા તોહીઓ મિત્રો દ્વારા જન્મ દિવસની શુભેચ્છા મળી રહેલ છે. મો. ૯૮૨૪૨ ૩૯૨૪૪.
(10:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
