તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th November 2025
ICC વનડે રેન્કિંગમાં રોહિત શર્મા નંબર વન બેટ્સમેન : શુભમન ગિલ અને બાબર આઝમ એક-એક સ્થાન ગગડ્યા
અફઘાનિસ્તાનનો ઇબ્રાહિમ ઝદરાન 746 રેટિંગ સાથે બીજા સ્થાને :ન્યુઝીલેન્ડનો ડેરિલ મિશેલ બે સ્થાનની છલાંગ લગાવીને 746 રેટિંગ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો

મુંબઈ :ICC રેન્કિંગ ફરી એકવાર અપડેટ કરવામાં આવ્યું છે. આ વર્ષના રેન્કિંગની ખાસ વાત એ છે કે રોહિત શર્માએ પોતાનું નંબર વન સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે ભારતના નવા ODI કેપ્ટન શુભમન ગિલ અને પાકિસ્તાનના બાબર આઝમ બંનેનું સ્થાન ઘટી ગયું છે. આ દરમિયાન ન્યુઝીલેન્ડનો એક ખેલાડી ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.
ICCએ નવી ODI રેન્કિંગ જાહેર કરી છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાનું નંબર વન સ્થાન જાળવી રાખ્યું છે. તેમનું રેટિંગ હાલમાં 781 છે. અફઘાનિસ્તાનનો ઇબ્રાહિમ ઝદરાન 746 રેટિંગ સાથે બીજા સ્થાને છે. આ દરમિયાન, ન્યુઝીલેન્ડનો ડેરિલ મિશેલ બે સ્થાનની છલાંગ લગાવીને 746 રેટિંગ સાથે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે.
ભારતના નવા ODI કેપ્ટન શુભમન ગિલના રેન્કિંગમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તે હવે વધુ એક સ્થાન નીચે ગયો છે. તેનું રેટિંગ 745 છે, અને તે હવે ચોથા સ્થાને પહોંચ્યો છે. શુભમન ગિલ હમણા સુધી નંબર વન સ્થાન પર હતો, પરંતુ હવે તેના રન ઘટી રહ્યા છે, જેની તેની રેન્કિંગ પર અસર પડી રહી છે. દરમિયાન, પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમ પણ એક સ્થાન નીચે ગયો છે, 728 ના રેટિંગ સાથે 5મા ક્રમે આવી ગયા છે. તે પણ લાંબા સમય સુધી નંબર વન સ્થાન પર રહ્યો હતો, પરંતુ હવે તે નોંધપાત્ર રીતે નીચે આવી ગયો છે.
ટોચના 10 ODI બેટ્સમેનોની યાદીમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. ભારતના શ્રેયસ ઐયર 9મા ક્રમે યથાવત છે. દરમિયાન, ન્યુઝીલેન્ડના રચિન રવિન્દ્ર 652 ના રેટિંગ સાથે ચાર સ્થાનના ઉછાળા સાથે 14મા ક્રમે પહોંચી ગયા છે. આનાથી ભારતના કેએલ રાહુલને એક સ્થાન નીચે 16મા ક્રમે આવવાની ફરજ પડી છે. આવનારા દિવસોમાં ઘણી ODI મેચો છે, જેમાં ખેલાડીઓના પ્રદર્શનના આધારે, રેન્કિંગમાં ફેરફાર જોવા મળશે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
