તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th November 2025
CA ફાઉન્ડેશનના પરિણામમાં સારથી એકેડેમીના છાત્રોનો રાષ્ટ્રીય કક્ષાએ દબદબો
જીગર રાચ્છ સમગ્ર દેશમાં ર૦માં ક્રમે ઝળહળ્યોઃ નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા સચોટ-શિક્ષણ બન્યુ સફળતાની સીડીઃ CA ફાઉન્ડેશનમાં સારથી એકેડેમીનું પરિણામ અધધ ૪૯.૦૭ ટકા અને CA ઇન્ટરમીડીયેટનું પરિણામ પણ ૪૭.૮૩ ટકા

શ્રેષ્ઠ શિક્ષણ દ્વારા સારથી એકેડેમીનું શ્રેષ્ઠતમ પરિણામ
રાજકોટની સારથી એકેડેમીએ CA ની પરીક્ષામાં ઉત્તમોત્તમ પરિણામ મેળવ્યું છે. સારથી એકેડેમીના તેજસ્વી છાત્રોએ રાષ્ટ્રીય કક્ષાએ સફળતા મેળવી છે. પ્રસ્તુત તસ્વીરમાં અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા સાથે સીએ જીજ્ઞેશ રાઠોડ અને સીએ અલ્પેશ ત્રિવેદી, અકિલાના ઉદય વેગડા સાથે તેજસ્વી તારલાઓ નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. પ :.. સફળતાને કોઇ સીમાડા ન હોય... માત્ર સતત અને સચોટ મહેનત તેમજ યોગ્ય માગદર્શન દ્વારા ચોકકસ સફળતા મળે છે. આવી ઉકિત રાજકોટની સારથી એકેડેમીના છાત્રોએ ચરિતાર્થ કરી છે. સારથી એકેડેમીએ સીએ ફાઉન્ડેશનની પરીક્ષામાં માત્ર રાજકોટ જ નહી દેશભરમાં ડંકો વગાડયો છે. સારથી એકેડેમીમાં જીગર રાચ્છ નામના વિદ્યાર્થી રાષ્ટ્રીય કક્ષાએ ર૦ મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જીગર રાચ્છએ તેની સફળતાનો યશ સારથી એકેડેમીના નિષ્ણાંત ફેકલ્ટીઝને આપ્યો છે.
સારથી એકેડેમીના સંચાલક સીએ જીજ્ઞેશ રાઠોડ અને સીએ અલ્પેશ ત્રિવેદીએ જણાવ્યું કે, તાજેતરમાં સપ્ટેમ્બર ર૦રપ માં લેવામાં આવેલી પરીક્ષામાં સારથી એકેડેમીના વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ લઇ આવી સમગ્ર ભારતમાં રાજકોટનું ગૌરવ વધાર્યુ છે. વિદ્યાર્થીઓની મહેનત, માર્ગદર્શકોની પ્રતિબધ્ધતા, અને માતા-પિતાના આર્શીવાદથી આ સિધ્ધિ સંભવ બની છે. ભવિષ્યમાં પણ સારથી એકેડેમી વધુ વિદ્યાર્થીઓને સફળતાના સોપાન સુધી પહોંચાડશે.
સીએ ફાઉન્ડેશનમાં
ઉત્તમ પરિણામ
આઇસીએઆઇનું કુલ પરિણામ ૧૪.૭૮ ટકા અને રાજકોટનું પરિણામ ૧૮.૮૦ ટકા રહયું છે. જયારે સારથી એકેડેમીએ ૪૯.૦૭ ટકાનું અદ્્ભુત પરિણામ નોંધાવ્યું છે. જેમાં ટોપર્સમાં જીગર રાચ્છ, સોહમ પારવાણી, રાહુલ જીયાણી, જેનીલ શાહ, અને ધ્યેય વ્યાસનો સમાવેશ થાય છે.
સીએ ઇન્ટરમીડિયેટમાં
ઉત્તમ પરિણામ
આઇસીએઆઇનું કુલ પરિણામ ૧૦.૦૬ ટકા રાજકોટનું ૯.પ૧ ટકા અને સારથી એકેડેમીનું પરણિામ ૪૭.૮૩ ટકા રહ્યું છે. જેમાં ટોપર્સમાં વ્રજ હીરપરા, જીનીશ પુજારા, રીશી રાબડીયા, પ્રિન્સ સીતાપરા અને ધ્રુવી વોરાનો સમાવેશ થાય છે.
નિયમિત અભ્યાસ સમયના સચોટ આયોજન સાથે અભ્યાસ પુર્ણ કરી આંતરીક કસોટીઓ દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું સ્થાન મેળવવા માટે સારથી એકેડેમીએ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સારથી એકેડેમીમાં તમામ વિષયોનું શિક્ષણ ૧૦ થી રપ વર્ષ અનુભવી શિક્ષણવિદ્ો દ્વારા થઇ રહ્યું છે.
આ સફળતામાં સારથી એકેડેમીની ટીમ સીએ જીજ્ઞેશ રાઠોડ, સીએ અલ્પેશ ત્રિવેદી, સીએ મિલન કકકડ, ડો. સમીર માણેક, સીએ પ્રિયા પોપટ, કારિયા સર પ્રો. પીયુષ શાહ, ઉર્વર્શી દોશી, નિકુંજ પારેખના અથાગ પ્રયત્નોનો સિંહ ફાળો છે.
ચાર્ટડ એકાઉન્ટની પરીક્ષામાં સફળતાની સિધ્ધી પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓએ સફળતાનો શ્રેય સારથી એકેડેમીની નિષ્ણાંત ફેકલ્ટીઝને આપ્યો છે. સારથી એકેડેમીના સીએ જીજ્ઞેશ રાઠોડ અને સીએ અલ્પેશ ત્રિવેદી સહિતની ફેકલ્ટીએ ઉત્તરોતર શ્રેષ્ઠ પરિણામનો કોલ આપ્યો છે.
સારથી એકેડેમી, રાજમંદિર ફસ્ટફુડ વાળી શેરી, એસ્ટ્રોન ચોક નજીક, રાજકોટ -૩૬૦૦૦૧
(2:14 PM IST)










