તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th November 2025
ગોસ્વામી સમાજના તેજસ્વી તારલાઓનું રવિવારે સન્માન
દશનામ ગોસ્વામી જાગૃતિ સેવા મંડળ અને રાજકોટ સેવા સમાજ દ્વારા ૫૫૦ વિદ્યાર્થીઓને ફૂલડે વધાવાશે, શૈક્ષણિક માર્ગદર્શન, વિશીષ્ટ વ્યક્તિ સન્માન

રાજકોટઃ શ્રી દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ-રાજકોટ દ્વારા નૂતનવર્ષ સ્નેહમિલન તથા શહેરના તેજસ્વી વિદ્યાર્થીઓને સત્કારવાનો કાર્યક્રમ તા.૦૯ને રવિવારે બપોરે ૨ કલાકે હેમુ ગઢવી હોલ- રાજકોટ ખાતે રાઅવામાં આવેલ છે.
શ્રી દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ છેલ્લા ૩૪ વર્ષથી ગોસ્વામી સમાજની વિવિધ પ્રવૃતિઓ કરે છે. આ વિદ્યાર્થી સન્માન કાર્યક્રમમાં દર વર્ષે લગભગ ૫૦૦ થી ૬૦૦ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે. આ વર્ષે પણ ધો.૧ થી કોલેજ કક્ષા સુધીના ૮૦% થી વધારે માર્કસ મેળવતા તમામ ૫૫૦ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવનાર છે. આ વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા શિલ્ડ તથા ઈનામો વગેરે દાતાઓના સહકાર થી આપવામાં આવશે. આ ઉપરાંત દશનામ સમાજના વિશિષ્ઠ વ્યક્તિઓનું સંસ્થા દ્વારા સન્માન થનાર છે. જેમાં નવિનપુરી મગનપુરી રાજકોટ જીલ્લા પોલીસ જામજોધપુર, જખ્સગિરિ દિલિપગિરિ- સંસ્કૃત શ્લોક- ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ, હિતેન્દ્રગિરિ - શક્તિપૂજન આચાર્યસન્માન યોજવા બદલ વ્યક્તિ વિશેષ સન્માન કરવામાં આવનાર છે.
કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજકોટના જ્ઞાતિ અગ્રણી રાજેશગિરિ પ્રેમગિરિ, ઉપાધ્યક્ષ મહંત શાંતુગિરિ ગોસ્વામી- મુંબઈ તથા કાર્યક્રમના પ્રમુખસ્થાને કેળવણીકાર અને ભારત વિકાસ પરિષદના ક્ષેત્રિમ સંગઠન સચિવ પ્રફુલગિરિ ત્રિભુવનગિરિ ગોસ્વામી તેમજ રાજકોટના જ્ઞાતિ અગ્રણીઓ અશ્વિનગિરિ બચુગિરિ, પી.સી. ગોસ્વામી, પ્રફુલગિરિ ભાવગિરિ, મહેન્દ્રગિરિ કરશનગિરિ, મુકેશગિરિ બાબુગિરિ વગેરે રહેશે.
રાજકોટ શહેર તથા બહારગામના સમાજ શ્રેષ્ઠીઓ તથા જય સોમનાથ ગોસ્વામી અતિથિભવનના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. વિદ્યાર્થીઓને શિલ્ડ, સન્માનપત્રક તથા ઉપયોગી ગીફટ આપી સન્માન કરાશે.
આ કાર્યક્રમમાં રામભાઈ મોકરીયા (સાંસદ), ઉદયભાઈ કાનગડ (ધારાસભ્ય), શ્રીમતી ભાનુબેન બાબરીયા (ધારાસભ્ય), ડો.દર્શિતાબેન શાહ (ધારાસભ્ય), મુકેશભાઈ દોશી (રાજકોટ શહેર ભાજપ પૂર્વ અધ્યક્ષ), માધવભાઈ દવે (પ્રમુખ શહેર ભાજપ), જયમીનભાઈ ઠાકર (ચેરમેન સ્ટેન્ડિંગ કમિટિ), ડો.પ્રવિણભાઈ નિમાવત (વાઈસ ચેરમેન ના પ્રા.શિ.સ રાજકોટ), શ્રીમતિ અનિતાબેન ગોસ્વામી (કોર્પોરેટર વોર્ડ નં. ૧૭ ભાજપ) તેમજ દાતાઓ નિર્મળાબેન જેરામગિરિ, પ્રફુલગિરિ ત્રિભુવનગિરિ, અરવિંદગિરિ પ્રભાતગિરિ, પ્રમોદ પુરી મોહનપુરી, યશવંતગીરી કેશવગીરી, પ્રવિણભારથી ધરમભારથી, રમેશગિરિ જગદિશગિરિ-ખેરડી, યોગેશગિગિ કેશવગિરિ, રામદેવપુરી અશોકપુરી, જીતેન્દ્રગિરિ ધીરજગિરી, ડો.કેતનગિરિ ઈશ્વરગિરિ, ડો.મનિષગીરી કાંતિગિરિ, મુકેશગિરિ દલપતગિરિ, વિજયપુરી કૃષ્ણપુરી, રાકેશપુરી વિજયાનંદપુરી, અશોકગીરી હમીરગીરી, એસ.એસ પ્રવિણપુરી ઝવેપુરી જ્યોતિષગીરી રામગીરી, ઘનશ્યામપુરી જવલપુરી, પ્રતાપપુરી ભગવાનપુરી, લખનગિરિ રમણિકગિરિ, નવિનપુરી મગનપુરી, ભરતભારથી વશરામભારથી, પ્રવિણપુરી યશવંતપુરી, અશ્વિનગીરી હિરાગીરી, ડો.હેમંતગીરી અમૃતગીરી વિનોદગિરિ રામગિરિ, દિપકગીરી બાબુગીરી, ભુપતપુરી મહાદેવપુરી, હરેશપુરી જયસુખપુરી કંચનબેન રમેશગિરિ-જામજોધપુર, તુલશીગિરિ હેમગિરિ, ડો. વી. જી., ડો.કેતનભારતી વશરામભારથી વિપુલગિરિ પરસોતમ ગિરિ, ગુલાબગિરિ નરસિંહગિરિ, અતિગિરિ રાજેષગિરિ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ જયોતિષગિરિ રામગિરિ વિજયગિરિ અમૃતગિરિ ઉપપ્રમુખ દિપકગિરિ બાબુગિરિ, અશ્વિનગિરિ હિરાગિરિ ખજાનચીઃ પ્રવિણપુરી ઝવેરપુરી સહમંત્રીઃ ગજેન્દ્રપુરી વિનયપુરી, હરેશગિરિ નટવરગિરિ સંગઠન મંત્રીઃ પંકજાગિરિ અશોકગિરિ માનદ પ્રમુખો પ્રફુલગિરિ ત્રિભુવનગિરિ, વિનોદભારથી સજીવન ભારથી, જયોતિષગિરિ ફુલગિરિ, શાંતિગિરિ સામંતગિરિ, પ્રમોદપુરી મોહનપુરી, પ્રવિણભારથી ધરમભારથી, મહેશગિરિ શંભુગિરિ, પ્રા.યશવંતગિરિ કેશવગિરિ, અમુલગિરિ અરવિંદગિરિ, પ્રવિણ ભારથી પ્રતાપભારથી, ભૂપતપુરી મહાદેવપુરી સાથે દશનામ ગોસ્વામી યુવક મંડળના હોદેદારો કાર્યકરો પ્રમુખ ધર્મેન્દ્રગિરિ ચતુરગિરિ, ઉપપ્રમુખ વિરલપુરી ધરમપુરી, મંત્રી સુરેશગિરિ શાંતિગિરિ, ખજાનચીઃ એ વિશાલભારથી હિમતભારથી ચિરાગગિરિ પ્રફુલગિરિ, ને ગૌતમગિરિ ચમનગિરિ, હરેશગિરિ પ્રભાતગિરિ, હિતેશભારથી વિનોદભારથી, મૌલિકગિરિ અશ્વિનગિરિ, ભાવેશગિરિ, વિપુલગિરિ, ગૌતમગિરિ, સાવનગિરિ, અલ્પેશગિરિ, ગૌરવભારથી, સંજયગિરિ, આશિષપુરી, કૈલાશપુરી, જેનીશભારથી, અમિતગિરિ, હરેશભારથી હાર્દિકપુરી, કૈલાશગિરિ, મનિષગિરિ, જનકપુરી, અજયભારથી, છી રૂપિતગિરિ, સંદિપપુરી, સતિષપુરી, વિશાલગિરિ, પશવંતગિરિ, ધવલપુરી, ભાવિકપુરી, મિહિરગિરિ, અંકિતપુરી, શકિતપુરી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:15 PM IST)










