<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

જન્‍મ દિવસની શુભેચ્‍છાથી ભીંજાતા નિવૃત ઇજનેર (વાસ્‍મો) જયવંતસિંહજી જાડેજા

 

અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘના મોરબી જીલ્લાના પ્રમુખ શ્રી જયવંતસિંહજી જાડેજા આજે તા.પ-૧૧-ર૦રપના રોજ તેમનો જન્‍મ દિવસ ઉજવી રહયા છે. તેઓશ્રી ગુજરાત સરકારના કાર્યપાલક ઇજનેર (વાસ્‍મો) તરીકે નિવૃત થયા છે.

તેઓશ્રી ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગમાં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે સેવા આપી છે.

શ્રી જયવંતસિંહજી જાડેજા અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘના મોરબી જીલ્‍લ્લાના પ્રમુખ છે. અને સામાજીક કામ અંગે અમેરીકા, યુ.કે., યુરોપ સહીત ૧પ દેશોનો વિદેશ પ્રવાસ કરી ચુકયા છે.

તેઓશ્રીના ધર્મપત્‍ની દિનાબા જાડેજા મોરબી નગરપાલીકાના પ્રથમ મહિલા પ્રમુખ રહી ચુકયા છે. શ્રી જયવંતસિંહજી જાડેજા હાલ મોરબી શહેર ભાજપના સક્રિય સીનીયર કાર્યકર્તા તરીકે પણ સેવા આપી રહયા છે.  તેઓ વ્‍યસન મુકિત અને સમાજના કુરિવાજો સામે લડત ચલાવે છે. માનવ ધર્મ અને કર્મને મહાન ગણે છે. મોબાઇલ નં. ૯૭ર૭ર૭૭૭૭૭-૯૯૧૩ર૪ર૭ર૭.

(1:21 PM IST)