<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

૨૩થી ૨૬ નવેમ્‍બર વાદળછાયું હવામાન રહેશેઃ અંબાલાલ

 

હવામાન નિષ્‍ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, પાંચથી આઠ નવેમ્‍બરમાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં એક વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ આવવાની શકયતા રહેશે. ૯થી ૧૦ નવેમ્‍બરમાં હળવું વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ આવવાની શકયતા છે. જેના કારણે વાદળછાયું હવામાન રહેશે. ૨૩થી ૨૬ નવેમ્‍બરમાં ગુજરાતમાં વાદળછાયું હવામાન રહેવાની શકયતા રહેશે અને માવઠા જેવું હવામાન બની શકે છે. ૨૦ ડિસેમ્‍બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જાણે કે હિમચાદર થઈ ગઈ હોય તેવું જોવા મળશે. ૨૨ ડિસેમ્‍બરથી કાતિલ ઠંડીને વેગ મળશે. (પ-૧ર)

(10:53 AM IST)