News of Wednesday, 5th November 2025
ધ્રોલ પાસેના સોયલ ટોલ નાકા નજીક પોણા ચાર લાખના દારૂ સાથેની કાર ઝડપાઇ
૩૮૪ બોટલ સાથે જામનગરના બે શખ્સોની ધરપકડઃ દારૂ મંગાવનાર ફરાર

(મુકુંદ બદિયાણી, સંજય ડાંગર દ્વારા) ધ્રોલ-જામનગર તા. પઃ જામનગર રાજકોટ હાઇવે રોડ ઉપર સોયલગામ પાસે આવેલ ટોલનાકા પાસેથી આરોપીઓ (૧) અશોકભાઇ પ્રતાપભાઇ પરમાર રહે. સ્મશાન પાછળ, સ્વામીનારાયણ સોસાયટી, શેરી નંબર-૬ જામનગર તથા (૨) દિપકભાઇ દેવજીભાઇ શિયાળ રહે. નાગેશ્વર કોલોની, મહાકાળી માતાના મંદિરની બાજુમા જામનગર વાળાઓના કબ્જાની સ્વીફટ કાર નંબર જી.જે. ૧૭ બીએચ ૧૮૯૭ માંથી ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૩૮૪ કિ.રૂ. ૩,૮૨,૮૦૦/- તથા મોબાઇલ ફોન બે કિ.રૂ. ૧૫,૦૦૦/- તથા સ્વીફટ કાર કિ.રૂ. ૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૬,૯૭,૮૦૦/- નો મુદામાલ કબ્જે કરી મજકુર આરોપીઓ વિરૂધ્ધ પો. કોન્સ. અજયભાઇ વીરડાએ ફરીયાદ રીપોર્ટ આપતા એ.એસ.આઇ. ભરતભાઈ ડાંગર નાઓએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. સદરહુ દારૂ મંગાવનાર સદામ ઉર્ફે મુનો બોદુભાઇ સફીયા રહે. મારૂ કંસારા હોલ વાળો ઢાળીયો, રણજીત સાગર રોડ જામનગર વાળાને પકડવાની કાર્યવાહી ચાલુમા છે. મજકુર આરોપીઓ વિરૂધ્ધમા ધ્રોલ પોલીસ સ્ટેશનમા ગુરન ૧૧૨૦૨૦૧૪૨૫૦૮૫૯/૨૦૨૫ પ્રોહીબીશન કલમ ૬૫એ,ઇ,૮૧,૯૮(૨) મુજબનો ગુનો રજીસ્ટર કરાવવામા આવેલ છે.
આ કાર્યવાહી પો.ઇન્સ. વી.એમ.લગારીયા તથા ઇન્ચાર્જ પો.ઇન્સ. બી.એન.ચૌધરી ના માર્ગદર્શન મુજબ પો.સ.ઈ. સી.એમ.કાંટેલીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, ધનશ્યામભાઇ ડેરવાળીયા, યુવરાજસિંહ ઝાલા, ભયપાલિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર, કિશોરભાઈ પરમાર, સુમીતભાઇ શીયાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અરજયભાઇ વીરડા,ધમેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી, બીજલભાઇ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
