News of Tuesday, 3rd November 2026
મોતિયો દેખાડવા ગયેલા ખેડૂતની આંખમાં ડોક્ટરોને દેખાયા ૧૧ જીવતા કીડા
ડોક્ટરોને દર્દીની આંખમાંથી કીડાની સાથે કીડાનાં ડઝનેક ઈંડાં પણ મળ્યાં

સીઉલ,તા.૦૩: સાઉથ કોરિયામાં ૭૧ વર્ષના એક બુઝુર્ગ ખેડૂત મોતિયાની સર્જરી કરવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમને બે મહિનાથી આંખમાં બળતરા થતી હતી અને ધૂંધળું દેખાતું હતું. જાણે આંખમાં કંઈક ફસાઈ ગયું છે એવું લાગતું હતું. તેમને હતું કે હવે મોતિયો પાકી ગયો હશે એટલે ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે જ્યારે તેમની આંખ તપાસી તો ખબર પડી બન્ને આંખોમાં ૧૧ પરોપજીવી કીડા હતા. ડોક્ટરોએ તાત્કાલિક સર્જરી કરીને કીડા કાઢ્યા. ડોક્ટરોને આંખમાંથી કીડાની સાથે કીડાનાં ડઝનેક ઈંડાં પણ મળ્યાં હતાં. જો હજી થોડુંક મોડું થયું હોત તો આ ઈંડાંમાંથી પણ કીડા જન્મી ગયા હોત
(10:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
