તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th November 2025
વલસાડના અટગામ ખાતે ગેરકાયદેસર ચાલતી ડ્રગ્સ ફેક્ટરી મામલે માલિક સહીત 4 આરોપીઓની ધરપકડ
DRI એ આ ફેક્ટરીમાંથી ₹20 કરોડથી વધુ કિંમતનો 114 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો

વલસાડના અટગામ ખાતે ગેરકાયદેસર રીતે ચાલતી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીના કેસમાં ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં ફેક્ટરી માલિક ચંદ્રકાન્ત છેડા અને અશોક પીઠારીયા સહિત ફેક્ટરીના વર્કર મળીને કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. DRI એ આ ફેક્ટરીમાંથી ₹20 કરોડથી વધુ કિંમતનો 114 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.
તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ એક વર્ષથી વધુ સમયથી લાયસન્સ વિના આ ફેક્ટરી ચલાવતા હતા. DRI એ ધરપકડ કરાયેલા આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.
(10:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
