તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th November 2025
મેટોડા જીઆઇડીસીમાં ઝેરી દવા પી વૈશાલીબેને આપઘાત કરી લીધો

રાજકોટ તા. ૫: મેટોડા જીઆઇડીસી ગેઇટ નં. ૩ મારૂતિ પાર્કમાં રહેતાં વૈશાલીબેન અમિતભાઇ પરમાર (ઉ.વ.૩૩) નામના પરિણીતાએ તા. ૨/૧૧ના રોજ ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. અહિ આજે તેણીનું મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરી હતી. વૈશાલીબેનના લગ્ન બાર વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં એક દિકરો છે. પતિ પ્રાઇવેટ નોકરી કરે છે. કારણ પરિવારજનો જાણતાં ન હોઇ મેટોડા પોલીસે તપાસ યથાવત રાખી છે.
ગાંધીગ્રામના જ્યોતિબેનનું બેભાન હાલતમાં મોત
જ્યારે અન્ય બનાવમાં ગાંધીગ્રામ સત્યનારાયણનગર-૨માં રહેતાં જ્યોતિબેન અરૂણભાઇ મે (ઉ.વ.૪૭)સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થયું હતું. તેમને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પતિ રાધીકા રેસ્ટોરન્ટમાં કામ કરે છે. પગનું ઓપરેશન કરાવ્યું હોઇ તેના કારણે તબીયત બગડી હોવાનું જણાવાયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.
ખીરસરાના ગોૈતમ બાબરીયાએ ઝેર પીધું
અન્ય એક બનાવમાં લોધીકાના ખીરસરા ગામે રહેતાં ગોૈતમ સવજીભાઇ બાબરીયા (ઉ.વ.૨૮) નામના યુવાને મેટોડા જીઆઇડીસીમાં ગેઇટ નં. ૨ પાછળ ટોકો કંપની નજીક ખેતરમાં ઝેરી દવા પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. ગોૈતમ બે ભાઇ અને એક બહેનમાં વચેટ છે. મેટોડામાં તે ખોડિયાર મોબાઇલ નામે દુકાન ચલાવે છે. તેના લગ્ન અઢી વર્ષ પહેલા થયા છે. પત્નિ દોઢ વર્ષથી રિસામણે છે. આ કારણે પગલુ ભર્યાની શક્યતા છે. પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી છે
(3:15 PM IST)










