<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th November 2025

ભાવનગર સાયબર ક્રાઇમની ટીમને ઓનલાઈન છેતરપિંડીના કેસમાં સફળતા : 1.10 કરોડથી વધુની ઠગાઈ કરનારા ૩ આરોપીને આણંદ ખાતેથી ઝડપી પાડ્યા : આરોપીઓ લોકોને ગોલ્ડમાં ઓનલાઈન ટ્રેડિંગ દ્વારા ઊંચા નફાની લાલચ આપીને ઠગાઈ કરતા'તા

રિમાન્ડ દરમિયાન વધુ પૂછપરછ કરીને આ ગુનામાં અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે ? અને ઠગાઈથી મેળવેલા નાણાં ક્યાં ક્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે ? તે દિશામાં સઘન તપાસ હાથ ધરશે

ભાવનગર તા.૫ : ભાવનગર સાયબર ક્રાઇમની ટીમને ઓનલાઈન છેતરપિંડીના એક મોટા મામલામાં સફળતા મળી છે, જેમાં ₹1.10 કરોડથી વધુની ઠગાઈ આચરવામાં આવી હતી. પોલીસે આણંદ ખાતેથી આ ફ્રોડમાં સંડોવાયેલા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. આ ત્રણેય આરોપીઓ લોકોને ગોલ્ડમાં ઓનલાઈન ટ્રેડિંગ દ્વારા ઊંચા નફાની લાલચ આપીને ઠગાઈ કરતા હતા. તેમની જાળમાં ફસાયેલા એક વ્યક્તિ પાસેથી તેમણે ₹1,10,50,000 ની મોટી રકમ પડાવી લીધી હતી.

સાયબર ક્રાઇમની ટીમે આણંદથી આ શખ્સોને પકડી પાડીને કાયદાના સકંજામાં લીધા છે. ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા, કોર્ટે તેમના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પોલીસ હવે રિમાન્ડ દરમિયાન વધુ પૂછપરછ કરીને આ ગુનામાં અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે અને ઠગાઈથી મેળવેલા નાણાં ક્યાં ક્યાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, તે દિશામાં સઘન તપાસ હાથ ધરશે. સાયબર ક્રાઇમ સામેની આ કાર્યવાહી ઓનલાઈન છેતરપિંડી આચરતા તત્વો માટે એક મોટી ચેતવણીરૂપ છે.

(3:56 PM IST)